સમાજમાં સમાનતા અને સાત્વિકતા પ્રસ્થાપિત થાય તે માટે જીવન ખર્ચી નાંખનાર ઋષિ અત્રિ અને માતા અનસુયાનું કર્મયોગી સંતાન એટલે દત્ત. માવતરનાં પગલે જીવનભર માનવતા માટે જીવન ખર્ચી નાંખનાર પુત્રને દેવનાં કાર્ય માટે આપી દીધો હોવાથી તે દેવદત કહેવાયા.
ભગવાન દત્તાત્રેયનાં જીવનનું રહસ્ય પામી કર્મ અને ધર્મ થકી સમાજનાં નવનિર્માણ કાજે ઠેરઠેર દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા તટે નારેશ્વર ખાતે ખૂબ જ ભક્તિભાવપૂર્વક પાદુકા પૂજન, આરતી, દત્ત બાવની જેવી ધાર્મિક વિધિ કરતાં એક રંગ પરિવારને કેમેરાએ કેદ કર્યો તે પ્રસંગની તસવીર.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)