ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક કે.એચ.સુર્યવંશી તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર છોટાઉદેપુર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ પ્રવૃતિ ઉપર અંકુશ લાવવાના ઉદ્દેશથી પ્રોહી હેરાફેરી/વેચાણની ગે.કા પ્રવૃતી આચરતાં ઇસમો ઉપર રેઇડો કરી પ્રોહિ પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા તથા દારૂ બંધીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ જરૂરી સુચનાઓ આપેલ જે આઘારે કરાલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.કે.પંડયા નાઓને અંગત બાતમી હકિકત મળેલ કે, એક સફેદ કલરની મારુતિ સુજકી કંપનીની બ્રેજા નંબર પ્લેટ વગરની ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પાનવડ, ભિડોલ થઇ રંગલી ચોકડી તરફ આવનાર છે.
તેવી ચોકકસ બાતમી મળતા અમો તથા પોલીસ સ્ટાફના માણસો તથા પંચો રંગલી ચોકડી પાસે રોડ ઉપર બેરીકેડની આડસ બનાવી વોચ તપાસમાં ઉભા રહેલા દરમ્યાન સદર બાતમી હકિકત વાળી બ્રેજા ગાડી ભિડોલ તરફથી આવતા તેને રોકવા હાથ ઉંચો કરી ઇશારો કરતા બેજાના ચાલકે ગાડી ઉભી રાખેલ નહી અને બેરીકેડ તોડી પુર ઝડપે ગાડી બોડેલી તરફ જતા રોડ ઉપર સાઈડમાં ઉતારી દઇ ગાડીની ચાવી કાઢી લઇ અંધારાનો લાભ લઇ ત્યાંથી નાશી ગયેલ જે બ્રેજા ગાડી પંચોની હાજરીમાં ચેક કરતા ગેરકાયદેસર વગર પાસ પરમીટે લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકના કવાટરીયા તથા બિયર ટીન મળી કુલ કવાટરીયા/ ટીન નંગ – ૨૫૦૪ કિ.રૂ ૩,૫૨,૮૦૦/- નો પ્રોહિ મુદામાલ મળી આવેલ તથા સદર પ્રોહિ મુદામાલ તથા બ્રેજા ગાડીની આશરે કિ.રૂ ૮,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૧૧,૫૨,૮૦૦/- નો મુદામાલ કબજે કરી કરાલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજી. કરી આગળની તપાસ જાતેથી હાથ ધરેલ છે. અને ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે. આમ કરાલી પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

