Entertainment

સુપર હિટ ફિલ્મોમાં અમુક બીગ સ્ટારના કેમિયાએ ચાહકોના દિલ જીતી લીધા

બોલિવુડ ફિલ્મોની આકર્ષક સ્ટોરીઓ હંમેશા ચાહકોનું દિલ જીતતી રહી છે. વર્ષ ૨૦૨૪માં અનેક સુપર હિટ ફિલ્મો રિલીઝ થઈ છે, આ સાથે કેટલીક ફિલ્મોમાં કેમિયોએ ચાહકોનું દિલ જીતી લીધું છે. બેસ્ટ કેમિયો વિશે વાત કરીએ. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત સિંધમ અગેનમાં સલમાન ખાન ચુલબુલ પાંડેના રુપમાં કેમિયો કર્યો હતો. માત્ર ૨ મિનિટના નાનકડા રોલે ચાહકોનું ધ્યાન ખેચ્યું હતુ. સલમાન ખાનને સ્ક્રિન પર જાેઈ ચાહકો સીટી વગાડવા મજબુર બન્યા હતા. સ્ત્રી ૨માં અક્ષયકુમારે એક સરપ્રાઈઝ કેમિયો આપ્યો હતો.

જે ફિલ્મની સ્ટોરીમાં એક રોમાંચક મોડ પર લઈ જાય છે.આ નાનકડા રોલથી સ્પષ્ટ થઈ ગયું કે, અભિનેતા હોરર-કોમેડીમાં પણ ચાહકોનું દિલ જીતી લે છે. સ્ત્રી ૨ ફિલ્મમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપુરની જાેડીએ પણ ચાહકોનું દિલ જીતી લીધું છે.

આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી, વર્ષ ૨૦૨૪ની હોરર-કોમેડી ફિલ્મ સ્ત્રી ૨માં વરુણ ધવને મેડૉક ફિલ્મસ યૂનિવર્સના એક પાત્ર ભેડિયાના રુપમાં કેમિયો કર્યો હતો. વરુણની એન્ટ્રી ફિલ્મના એન્ડમાં થાય છે. જે ચાહકોને ઉત્સાહિત કરી દે છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપુરની હિટ ફિલ્મ સ્ત્રી ૨માં તમન્ના ભાટિયાએ ક્ષમાના રુપમાં કેમિયો કર્યો હતો.

તેનું આઈટમ સોન્ગ ચાહકોને ખુબ પસંદ આવ્યું હતુ. આ ગીત પણ ફિલ્મની સાથે સુપર હિટ રહ્યું હતુ. વિક્કી કૌશલ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ બેડ ન્યુઝમાં અનન્યા પાંડે કેમિયોમાં જાેવા મળી હતી. ફિલ્મનું નિર્દેશન આનંદ તિવારીએ કર્યું છે. ફિલ્મમાં વિક્કી કૌશલ, નેહા ધૂપિયા અને એમી ર્વિકપણ છે.