Entertainment

માત્ર 30 મિનિટમાં જ તૈયાર કરી દીધું, એક્ટરે ડોક્યુમેન્ટ્રીમાં કર્યો ખુલાસો

હની સિંહે તેની ડોક્યુમેન્ટ્રીમાં ખુલાસો કર્યો છે કે સલમાન ખાન ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના એક ગીતમાં રેપ કરવા માંગતો હતો. આ માટે તેણે હની સિંહનો સંપર્ક કર્યો હતો. એક્ટર પણ ઇચ્છતો હતો કે તે ગીતમાં હની સિંહ જોવા મળે. સલમાનની આ માંગ પર હની સિંહે માત્ર 30 મિનિટમાં રેપ તૈયાર કર્યો હતો.

ડોક્યુમેન્ટ્રીમાં હની એવું કહેતો જોવા મળે છે કે- સલમાન ખાને મને ‘લેટ્સ ડાન્સ છોટુ મોટુ’ ગીત મોકલ્યું છે. આ ગીત બની ગયું હતું અને સલમાન ઈચ્છતો હતો કે હું તેમાં રેપ કરું. તે આગામી બે દિવસમાં આ ગીતનું શૂટિંગ કરી રહ્યો છે. મને આ ગીત ગાવાનો મોકો મળ્યો છે. તેણે મને એ પણ પૂછ્યું કે શું મારે આ ગીતમાં રેપ કરવું છે.

રેપ માટે સલમાનની પહેલી પસંદ હની સિંહ હતો ડોક્યુમેન્ટ્રીમાં સલમાન ખાન પણ જોવા મળ્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે તેણે રેપ માટે હની સિંહને કેમ પસંદ કર્યો. આ વિશે તેણે કહ્યું- હું હૈદરાબાદમાં ભાઈજાનનું શૂટિંગ કરી રહ્યો હતો અને મને આ વિચાર આવ્યો, તેથી મેં ગીતમાં હનીને રેપ કરવા કહ્યું. તેણે સ્ટુડિયોમાં જઈને અડધા કલાકમાં રેપ તૈયાર કરી દીધું. પછી મેં હનીને રિક્વેસ્ટ કરી કે અમારી સાથે આ ગીતમાં પણ જોડાઈ. ખાસ બાળકોને પસંદ પડે તેવું ગીત છે.