Gujarat

નડિયાદના ડભાણમાં સેન્ટ અર્સલ્લા ઈંગ્લીસ મીડિયમ સ્કૂલનો ભવ્ય રંગરંગ મૂલ્યો થકી ઉત્તમ જીવન ‘સંસ્કાર’ વાર્ષિકોત્સવ ઉજવાયો

નડિયાદ સેન્ટ અર્સલ્લા ઈંગ્લીસ મીડિયમ સ્કૂલ, ડભાણ નડિયાદનો ભવ્ય રંગરંગ મૂલ્યો થકી ઉત્તમ જીવન “સંસ્કાર”વાર્ષિકોત્સવ ઉજવાયો.આ 10thવાર્ષિકોત્સવમાં ભારતીય સંસ્કૃતિની પરંપરા થકી ઉત્તમ મૂલ્યોની વિવિધ કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ ઝાંખી કરાવી હતી.

સ્ટેજ ઉપર પારિવારિક વતાવરણ ઉભું કરી વિધાર્થીઓએ આસ્થા, અહિંસા, નિર્ભયા જેવા વિષયોની પ્રેરક કૃતિઓ રજૂ કરી હતી. કે.જી થી લઈ 12 સામાન્ય અને સાયન્સ પ્રવાહની ઉત્તમ શિક્ષણ અને મૂલ્યો પીરસતી શાળાના વાર્ષિકોત્સવમાં ચીફ ગેસ્ટ, તથા ગેસ્ટ ઓફ ઓનર રેવ.ફા. ટેલિસફોરો ટીગો ફર્ણાન્ડીસ (ગાંધીનગર ) તથા મિસ . નિકિતા Parmar ( આર એન્ડ બી ડીપાર્ટમેન્ટ ક્લાસ 2) ઉપસ્થિત રહ્યા હતા.આચાર્ય સિસ્ટર લુઈસા, મેનેજર સિસ્ટર સંધ્યા, સિસ્ટર મેરી રોઝ, વિકાર જનરલ ફાધર વોલ્ટર સહીત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ફા. ટેલિસફોરોએ પરિવારને મૂલ્યો દ્વારા આનંદિત બનાવવા સુંદર ઉદાહરણ સહીત પ્રવચન આપ્યું હતું.સિસ્ટર લુઇસાએ સહુનો આભાર માન્યો હતો. સંસ્કારનું જતન અને વિકાસને ઉજાગર કરતા આ વાર્ષિકત્સવમાં નાટીકા, ડાન્સ, માઇમ,મિમિક્રીનો સમન્વય જોવા મળ્યો હતો.શાળાના શિક્ષકો,ઓફિસ સ્ટાફ, પીટીએ ટીમ સહીત વિધાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.