Gujarat

શ્રી બાઢડા કેળવણી મંડળ સંચાલિત,શ્રી એચ.એન.વિરાણી હાઈસ્કૂલ બાઢડા દ્વારા N.S.S નો વાર્ષિક શિબીર નો બગોયા મુકામે ઉદ્ઘાટન સમારોહ યોજાયો

શ્રી બાઢડા કેળવણી મંડળ સંચાલિત,શ્રી એચ.એન.વિરાણી હાઈસ્કૂલ બાઢડા દ્વારા N.S.S નો વાર્ષિક શિબીર નો બગોયા મુકામે ઉદ્ઘાટન સમારોહ યોજાયો
જિલ્લા શિક્ષણા ધિકારી શ્રી અમરેલી તથા બગોયા – ગીણીયા જૂથ ગ્રામ પંચાયત અને બગોયા પ્રાથમિક શાળાના સહયોગથી અમારી શાળાના રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ) યુનિટની ખાસ વાર્ષિક શિબિર સાવરકુંડલા તાલુકાના બગોયા મુકામે આઝાદીના અમૃતકાળ અને સ્વસ્થ ભારત મિશન અંતર્ગત તારીખ 18/12/2024 થી 25/12/2024 સુધી યોજવામાં આવેલ છે
જેનો ઉદ્ઘાટન સમારોહ તારીખ 19/12/2024 ના રોજ ઉજવાઈ ગયો આ ઉદઘાટન સમારોહના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલા લીલીયા ના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી કાળુભાઈ વિરાણી અને મુખ્ય મહેમાન તરીકે રેન્જ ફોરેસ્ટર ઓફિસર શ્રી પ્રતાપભાઈ એમ ચાંદુ, માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલા ના ડાયરેક્ટર શ્રી હાર્દિકભાઈ કાનાણી શ્રી અંકુરભાઈ રામાણી અતિથિ વિશે તરીકે શ્રી ચીમનભાઈ શેખડા મંગળુભાઈ ખુમાણ અરવિંદભાઈ કોઠીયા વગેરે એ હાજરી આપી હતી અને ગામના સરપંચ શ્રી મુન્નાભાઈ હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત બગોયા પ્રાથમિક શાળાની બહેનો એ સ્વાગત ગીત થી કરી ત્યારબાદ મંચસ્થ મહેમાનોએ દી૫ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરી હતી.
ત્યારબાદ મંચસ્થ મહેમાનોમાંથી શ્રી મંગળુભાઈ ખુમાણ શિબિર તથા ગ્રામજનોને પર્યાવરણનું મૂલ્ય સમજાય ભવિષ્યમાં પર્યાવરણના ઉપયોગો અને અસરો વિશે સારી એવી સમજ આપી હતી. ત્યારબાદ . રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી પ્રતાપભાઈ ચાંદુએ પર્યાવરણનું મહત્વ એને શિબિર દ્વારા કરાતા કાર્યો અને વન સરક્ષણ ની જરૂરિયાતોની
અને સમાજ સુધારણા કાર્યો વિશે સારી એવી સમજ આપી હતી. ત્યારબાદ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર શ્રી દમયંતીબેન ગોહિલે શીબીરાર્થી ઓને ગામમાં કરવાના કાર્યો ની એન.એસ. એસ.નું મહત્વ સમજાવ્યું હતું અંતમાં કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કાળુભાઈ વિરાણી એ સમાજ ઉત્થાનના કર્યો વિશે સમજ આપી હતી તેમજ ભવિષ્યમાં આવનારી પેઢી એ શું કરવું જોઈએ જેથી કરીને સમાજમાં સ્વચ્છતા આરોગ્યતા અને સેવાના કાર્ય કરી સમાજ માટે દરેક વ્યક્તિએ કઈ ને કંઈ કરવું જોઈએ તેવી સમજ આપી હતી.
આ કાર્યક્રમ માં ગ્રામ જનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં અલ્પાહાર કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.એમ રવિ ભાઈ જોષી ની એક યાદી માં જણાવેલ છે.

IMG-20241223-WA00781.jpg