Gujarat

સાંતલપુર તાલુકાના બાબરા સરકારી માધ્યમિક શાળા નો એકદિવસીય એગ્રિકલચર નો પ્રવાસ…

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

સાંતલપુર તાલુકાના બાબરા સરકારી માધ્યમિક શાળા નો એકદિવસીય એગ્રિકલચર નો પ્રવાસ…

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બાબરા સરકારી માધ્યમિક શાળાનો એક દિવસીય એગ્રિકલચર નો પ્રવાસ બાબરા માધ્યમિક શાળા ના ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યો સાથે મહેસાણા દૂધ સાગર ડેરીની મુલાકાત લીધી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનો એક દિવસીય એગ્રીકલ્ચર દુધ સાગર ડેરી નો પ્રવાસ કરવામાં આવ્યો હતો અને વહેલી સવારે સરકારી બસ મારફતે બાબરા ગામમાંથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણા દૂધ સાગર ડેરી મા બનતી પ્રોડક્ટ જેમ કે દૂધ,છાસ,પનીર અને ઘી વગેરે કેવી રીતે બનાવવામાં આવે છે એ વિશે માહિતગાર કર્યા અને બધી પ્રોડક્ટ વિશે માહિતી આપી હતી.
શાળા ના આચાર્ય સંદીપભાઈ પ્રજાપતિ સહિત સ્ટાફ ના પરીવાર દ્વારા શાળા મા અભ્યાસ કરતા બાળકો માટે આયોજીત કરેલા એગ્રીકલ્ચર પ્રવાસ ની મજા માણી બાળકો ના ચહેરા પર ખુશી જોવા મળી હતી સાથે શાળા ના શિક્ષક ગુલામ, જીતુભાઈ રાવળ, એગ્રીકલ્ચર ના શિક્ષક પ્રભાતભાઇ ઠાકોર અને શાળા ના સેવક શૈલેષ ઠાકોર હાજર રહ્યા હતાં.

IMG-20241223-WA0111.jpg