ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં આચાર્ય પ્રો.ડો.મહેન્દ્રકુમાર દવેની પ્રેરણા અને ઈન્ચાર્જ આચાર્ય ડો.સૂરજબેનની નિશ્રામાં ગુજરાતી વિભાગ દ્વારા વાગ્વર્ધિની સભાનું આયોજન કર્યું હતું. આ વાગ્વર્ધિની સભા સ્નાતક -અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને લક્ષમાં રાખીને યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષા ડો.કલ્પનાબેન ત્રિવેદીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ગુજરાતી વિભાગના પ્રાધ્યાપિકા ડો.વિદ્યાબેન ચૌધરીએ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ગુજરાતી સાહિત્યના જાણીતા સર્જકો વિશે વાત કરી હતી. ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક ડો. ભારતીબેન આચાર્યએ કાર્યક્રમમાં કવિતાનું સુંદર કાવ્યપઠન કરી વિદ્યાર્થીઓને કાર્યક્રમ સંદર્ભે જરૂરી માહિતી આપી હતી.

આ વાગ્વર્ધિની સભામાં સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમનું સંચાલન એમ.એ.ની વિદ્યાર્થીની દિપાલી પરમારે કર્યુ હતું. તો કાર્યક્રમના અંતે ટી.વાય.બી.એ.ની વિદ્યાર્થીની ધર્મિષ્ઠા મકવાણાએ આભાર વિધિ કરી હતી. સ્નાતક કક્ષાના ઘણા વિદ્યાર્થીઓએ ગુજરાતી સાહિત્યના જાણીતા સર્જકો વિશે ચર્ચા કરી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓએ ગુજરાતી સાહિત્યના સર્જકોની કૃતિઓ અને કવિતાનું સુંદર ગાન-પઠન કર્યું હતું.