Gujarat

ફરી એક વાર આરોગ્ય સેવાની ઉણપને લઈ એક મહિલા પ્રસૂતાને જીવ ગુમાવવાનો વારો આવ્યો

છોટાઉદેપુર જિલ્લા ના મોટી સાધલી ગામની મહિલાની નોર્મલ ડિલિવરી થયા બાદ તેનું મોત થતા પરિવાર જનોએ હોસ્પિટલ આવી હોબાળો મચાવ્યો હતો.
ગત રાત્રીના સમયે મહિલાને પ્રસૂતા પીડા ઉપડતાં તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી હતી. જ્યાં મુખ્ય ગાયનેક ડોક્ટર ન હોય મહિલાને સ્ટાફ નર્સ દ્વારા પ્રસૂતિ કરાવવામાં આવી હતી. જોકે મહિલા એ નોર્મલ ડિલિવરી થઈ હતી..ત્યારબાદ અચાનક મહિલાને પુષ્કળ પ્રમાણમાં બલ્ડીંગ થયા તેનું હોસ્પિટલ ખાતે જ મોત નીપજયુ હતું.
તો પછી તેને છોટાઉદેપુર ખાતે કેમ રિફર કરવામાં આવે તે બાબત મહિલાના સ્નેહીજનોએ સાધલી ગામની હોસ્પિટલ પર પહોંચી હોબાળો મચાવ્યો હતો.અને આક્ષેપ કરી રહ્યા છે, કે મહિલાને નોર્મલ ડિલિવરી થઈ હતી. તો પછી કેમ તેને રેફર કરવામાં આવી હતી. જવાબદાર ડોક્ટરની ગેરહાજરી હતી તો કેમ ડિલિવરી કરવામાં આવી હતી.
અનેક આક્ષેપોને લઈ પરિવારજઓએ હોબાળો મચાવતા પોલીસને ધટના સ્થળ પર પહોચવાની ફરજ પડી હતી. છોટાઉદેપુર જિલ્લામાં આ એક બનાવ નથી, અનેક વખત આરોગ્ય સેવાના અભાવે પ્રસૂતા મહિલાઓના જીવ ગયા છે. પણ આરોગ્ય વિભાગ કેમ આ બાબતે નોંધ નથી લઈ રહી તે બાબતે પણ સવાલો ઉઠી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર