છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને મધ્ય પ્રદેશને અડીને આવેલ બિલવાંટ ગામની લગભગ 1000થી વધુની વસતી આવેલ છે. પણ વર્ષોથી આ ગામના લોકોને રોડની સુવિધા નથી મળી. આજે પણ અહીં લોકો કાચા રસ્તેજ બે કિમી દૂર આવેલા મુખ્ય રસ્તા સુધી જાય છે. કાચો રસ્તો હોય ચોમાસા ના સમયે બે કિમી રસ્તો કાપવો ખૂબ કઠિન બને છે.
કાચો રસ્તો હોય અહીં ચોમાસાના સમયે 108ની ગાડી આવી શકતી નથી..એટલે ના છૂટકે ગામ લોકો કોઈ બીમાર કે પ્રસૂતા મહિલા હોય તેને ઝોલાંમાં નાખીને મુખ્ય રસ્તા સુધી લઈ જાય છે. ગામના બાળકોને પણ આજ રસ્તા પર થઈ સ્કૂલ જવું પડે છે. જેમણે પાસે બાઇકની વયવસથા હોય તે બાઇકનો ઉપયોગ કરે જેમણે પાસે બાઇકની વયવસથા ના હોય તેમને ઉબડ ખાબડ રસ્તા પર થી જ પસાર થવું પડે છે . આવી તમામ મુશ્કેલીનો સામનો કરતા ગ્રામજનો તેમના માટે રસ્તાની માંગ કરી રહ્યા છે.

આ ગામના લોકોની ખાસ તકલીફ એ છે કે બે કિમીના આ માર્ગ જંગલ વિસ્તાર માંથી પસાર થતો હોય રાત્રીના સમયે તો આ વિસ્તાર માંથી અવર જવર કરવું જોખમી ગણાઈ છે. કારણ કે આ વિસ્તારના જંગલી જાનવરો નો ડર ખૂબ છે. જેને લઇ રાત્રિની અવર જવર લોકો ટાળે છે. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોવા ના દાવા કરતી સરકાર આ વિસ્તારની જમીન હકીકત ને નિહાળો અને રસ્તાથી વંચિત ગામ લોકો સુધી પાકા રસ્તા ની સુવિધા પહોંચાડો તેવી ગામ લોકોની માંગ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

