પાટણ..સિદ્ધપુર
સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી દ્વારા બાજપાઈને પુષ્પાંજલિ અપાઈ…
પ્રખર રાજનેતા,ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓના પ્રેરણા સ્તોત્ર અને પથદર્શક, ભારત રત્ન, પૂર્વ પ્રધાનમંત્રી પરમ આદરણીય શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી ની આજે 100 મી જન્મજયંતી જેને સુશાસન દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે..
તે નિમિત્તે આજ રોજ સિદ્ધપુર જન સંપર્ક ભાજપ કાર્યાલય ખાતે સિદ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત તેમજ પાર્ટીના તમામ હોદ્દેદાર, કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી પુષ્પાંજલી અર્પણ કરી વંદન કર્યા હતા. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, સંગઠનના સિનિયર આગેવાનો, પદાધિકારી, તેમજ મહિલા કાર્યકર્તા અને મંડળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ



