સાવરકુંડલા શહેરના રઘુવંશી સમાજના સેવાભાવી અગ્રણી અને રઘુવંશી સમાજની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા અક્ષર પુરુષોત્તમ સંપ્રદાયના ચુસ્ત સેવક એવાં સ્વ નરેન્દ્રભાઈ રતિલાલ વણઝારાનું નિધન થતાં તેમની પ્રાર્થનાસભા આજરોજ સાવરકુંડલા લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલ.

માત્ર રઘુવંશી સમાજના જ નહીં પરંતુ અન્ય વિવિધ સમાજના આગેવાનો તેમજ બીએપીએસ અમરેલી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત પૂ.સાધુચરિત સ્વામિ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ દુઃખદ ઘડીએ પરિવારને સાંત્વના પાઠવી સ્વ. નરેન્દ્રભાઈના સદગુણોને યાદ કર્યા હતાં અને પરિવાર પર આવી પડેલી આ અણધારી દુખને સહન કરવા માટે પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના પણ કરી હતી.

આ પ્રસંગે રઘુવંશી સમાજના અગ્રણીઓ દ્વારા પણ સ્વ. નરેન્દ્રભાઈના સદગુણોને યાદ કરીને ભાવભરી શ્રધ્ધાંજલી પાઠવી હતી. સદગતને ભાવભરી શ્રધાંજલિ અર્પણ કરવા લોહાણા મહાજન વાડીના આ વિશાળ હોલ પણ ટૂંકો પડે એવી પરિસ્થિતિ સર્જાય હતી જે તેના સેવાકીય કાર્યનો બોલતો પુરાવો છે
બિપીન પાંધી સાવરકુંડલા

