Gujarat

માંગરોળ સુજતન સદભાવ સરસ્વતી વિદ્યાલય ખાતે એક અનોખા ભક્તિ સંગીતના “હાલો હરી ને દેશ” કાર્યક્રમ નું આયોજન ઞકરવામાં આવ્યું

પ્રથમ મહેમાનો ના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામા આવેલ હતી,
માંગરોળ સ્થીત શ્રી સુજ્તન સદભાવ સરસ્વતી મંદિર ખાતે  ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને સપ્તક સંગીત વિદ્યાલય જુનાગઢ આયોજિત તથા મલ્હાર સંગીત વિદ્યાલય  માંગરોળના ઉપક્રમે ભક્તિ સંગીતના એક અનોખા કાર્યક્રમ “હાલો હરી ને દેશ” કાર્યક્રમનું સુંદર અને સફળ  આયોજન થયું કાર્યક્રમમાં ગુજરાતના નામાંકીત કલાકારો શ્રી વિપુલ ત્રિવેદી તેમજ નીરૂબેન દવે ,દર્પિત દવે, અવધ ભટ્ટ તેમજ ધ્વનિત ત્રિવેદી એ ભક્તિ સભર રચનાઓની ખુબજ સુંદર પ્રસ્તુતિ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યાં હતાં તેમની સાથે વાદ્ય સંગીતમાં ચિંતન લાઠિગરા, તુષાર સોની રિધમ લાઠીગરા, તેમજ આદિત્ય ત્રિવેદીએ ખુબ સુંદર સંગત કરી હતી તેમની સાથેજ આપણાં સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજુભટ્ટએ પોતાની આગવી શૈલીથી પ્રેક્ષકોને મંત્ર મુગ્ધ કર્યા હતા.
કાર્યક્રમમાં મલ્હાર સંગીત વિદ્યાલયના કલાગુરુ શ્રી સુનિલ કાચા તેમજ તેમના વિદ્યાર્થીઓ કોમલ કરગઠીયા, વિજયા ભાદરકા,જયદીપ બારીયા, તેમજ દિવ્યેશ સરવૈયા એ પણ ભક્તિ સભર રચનાઓ દ્વારા સંગીત રસિકો નો સુંદર પ્રતિભાવ જીલ્યો હતો તેમની સાથે વાદ્ય સંગતમાં અભય ગરેજા,  પ્રિયાંશું કાચા, જનીલ ગોહેલ,માધવ તન્ના તેમજ માધવ કાગડા એ પણ સંગીત રસિકો ની દાદ મેળવી હતી,   કાર્યક્રમની શરૂઆત સુનિલ કાચા, જયદીપ બારીયા કોમલ કરગઠિયા વિજયા ભાદરકા દિવ્ય સરવૈયા , નિતેશ વાજા તેમજ માધવ તન્ના, દ્વારા સમૂહ પ્રાર્થનાની પ્રસ્તુતિ  કરવામાં આવી, કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક શ્રી રમેશ જોષી દ્વારા તલસ્પર્શી માહિતી સાથે કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં સર્વે સંગીત રસીકોએ શાસ્ત્રીય સંગીતની આહલાદકતા નો હૃદય સ્પર્શી અનુભવ કર્યો ,સપ્તક સંગીત વિદ્યાલય અને મલ્હાર સંગીત વિદ્યાલય તેમજ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરી માંગરોળ ની કલા પ્રેમી જનતાને ભાવવિભોર કરી આપ્યા.
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ