National

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, ૯૨ વર્ષની વયે અવસાન

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ગુરુવારે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહન સિંહને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા બાદ તેમની તબિયત બગડતાં તેમને ખસેડવામાં આવ્યા હતા. મહાવતનું છે કે આ બાદ તેમના નિધનના સમાચાર સામે આવ્યા છે.

બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહની તબિયત ગુરુવારે મોડી રાત્રે બગડ્યા બાદ તેમને દિલ્હી છૈંૈંસ્જીમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તબીબો ઈમરજન્સી વોર્ડમાં તેમની સારવાર કરી રહ્યા હતા. આ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ આ માહિતી તેમના સોશિયલ મીડિયા પર દરેક સાથે શેર કરીને મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી છે. ૯૨ વર્ષીય મનમોહન સિંહ ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી બે વખત દેશના વડાપ્રધાન હતા, જ્યારે આ પહેલા તેમણે ૯૦ના દાયકામાં પીવી નરસિમ્હા રાવ સરકારમાં નાણા મંત્રી રહીને દેશમાં આર્થિક સુધારાની શરૂઆત કરી હતી. મનમોહન સિંહના આર્થિક સુધારાને ભારતીય અર્થતંત્રનો પાયો માનવામાં આવે છે.

પીટીઆઈ અનુસાર મનમોહન સિંહને ગુરુવારે સાંજે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આ કારણે રાત્રે લગભગ ૮ વાગે તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને દિલ્હી એઈમ્સમાં લાવવામાં આવ્યા હતા અને ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના હૃદયમાં કોઈ સમસ્યા દેખાઈ રહી હતી, જેના કારણે કાર્ડિયોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. નીતિશ નાઈકની દેખરેખ હેઠળ વરિષ્ઠ ડૉક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી હતી. મળતી માહિતી મુજબ, આ દરમિયાન તેનું મોડી રાત્રે મોત થયું હતું.

મનમોહન સિંહને દિલ્હી એમ્સમાં દાખલ કરવાના સમાચાર મળતા જ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી પણ મોડી રાત્રે ત્યાં પહોંચી ગયા હતા. મનમોહન સિંહની પુત્રી પહેલાથી જ AIIMSમાં હાજર હતી. બીજી તરફ, કોંગ્રેસે કર્ણાટકના બેલાગવીમાં ચાલી રહેલી ઝ્રઉઝ્રની બેઠક અધવચ્ચે રદ કરી દીધી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ કર્ણાટકથી દિલ્હી જવા રવાના થયા છે. તેઓ સીધા દિલ્હી એઈમ્સ પહોંચે તેવી શક્યતા છે. નાદુરસ્ત તબિયતના કારણે દિલ્હીમાં હાજર રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ એઈમ્સ માટે રવાના થઈ ગયા છે.