National

દિલ્હી-NCRમાં વરસાદ, કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ, ઠંડીમાં પણ વધારો

ગુરુવાર-શુક્રવારે દિલ્હી-દ્ગઝ્રઇમાં વરસાદની શરૂઆત થઈ. રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જાેવા મળ્યો હતો, જયારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. આ વરસાદથી ઠંડીમાં પણ વધારો થયો છે જેના કારણે લોકો ઠંડીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે શહેરવાસીઓને ઠંડીથી બચવાની સલાહ આપી છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, આજે દિલ્હીનું લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. દિલ્હી-એનસીઆરમાં આજે દિવસ ઊગતા પહેલા જ હવામાનમાં પલટો આવ્યો હતો. લોકો ઊંઘમાંથી જાગ્યા ત્યાં સુધીમાં આકાશ વાદળોથી ઘેરાયેલું હતું અને વરસાદ ચાલુ હતો. હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી હતી.

વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો સાથે જ વહેલી સવારે ઓફિસે આવતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. અનેક જગ્યાએ રસ્તાઓ પર જામ સાથે પાણી ભરાવાની સમસ્યા પણ જાેવા મળી હતી. ૈંસ્ડ્ઢ એ આજે દિવસભર વરસાદ અને ગાજવીજ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી અને એનસીઆરના લોકો માટે આજનો માહોલ બદલાઈ ગયો છે. આકાશમાં ઘેરા વાદળોનો પડાવ છે. જે

ના કારણે દિવસ દરમિયાન પણ રાત્રી જેવો માહોલ બની ગયો છે. હવામાન વિભાગે જણાવ્યું કે આજે મહત્તમ તાપમાન ૨૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી સેલ્સિયસ સુધી જશે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી ૨ કલાક દરમિયાન ઉત્તર-૫ળમિ અને મધ્ય ભારત સહિત ફટ દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ, વીજળી અને છૂટાછવાયા કરા પડવાની સંભાવના છે.