Gujarat

રાષ્ટ્રીય કક્ષાએ u -14 બેઝબોલ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં સાવરકુંડલા ગુરૂકુળનાં વિદ્યાર્થીઓ 

સ્કૂલ ગેમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 68th નેશનલ સ્કૂલ ગેમ્સ ૨૯૨૪ -૨૫   U-14 બેઝબોલ ભાઈઓ અને બહેનો છત્તીસગઢના બિલાસપુર તારીખ ૧૯- ૧૨- ૨૦૨૪ થી ૨૨- ૧૨ -૨૦૨૪ આયોજન થયેલ હતું જેમાં  અમારી શાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાવરકુંડલાના ખેલાડીઓ ગુજરાતની ટીમમાં  શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં રાઠોડ વૈભવીબા મહેન્દ્રસિંહ ,ચૌહાણ દક્ષ નરેશભાઈ, રાદડિયા શ્લોક ગોકુળભાઈ,જોષી કેનીલ ભાવેશભાઈ. વિદ્યાર્થિઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી ગુરૂકુળ સંસ્થાનું તથા સાવરકુંડલાનું ગૌરવ વધારેલ છે.
સંસ્થાના વડાપૂજ્ય ભગવતપ્રસાદ દાસજી સ્વામી તથા ગુરુકુળનાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજીસ્વામી તથા કોઠારી શ્રી અક્ષર મુક્ત સ્વામીજી, તેમજ  સ્વામીશ્રી શુકદેવપ્રસાદદાસજી , વ્યાસ સાહેબ જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અમરેલી તેમજ અમરેલી જિલ્લા વ્યાયામ સંઘ ગુજરાત બેઝબોલ ફેડરેશનના જનરલ સેક્રેટરી અને માનનીય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા સાહેબ તેમજ શાળાના તમામ  પ્રિન્સિપાલશ્રીઓ તેમજ સ્ટાફ મિત્રો સાથે આ સંસ્થાના કોચ ઝાલા દિગ્વિજયસિંહ અને વાળા દીપકભાઈ સહીત દરેકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ.
બિપીન પાંધી સાવરકુંડલા