Gujarat

રાજકોટમાં બનેલ અદ્યતન સ્પોર્ટસ બિલ્ડિંગનું લોકાર્પણ હજુ સુધી થયું નથી

રાજકોટ
ગુજરાત રાજ્યનાં જુદા જુદા ૧૨ જિલ્લામાં ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે આગળ વધવાની વિધિવત પ્રેક્ટિસ મળી રહે તે માટે સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પોર્ટ્‌સ હોસ્ટેલનું આધુનિક બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. રાજકોટની સૌપ્રથમ સ્પોર્ટ્‌સ હોસ્ટેલ કલેક્ટર કચેરીની નજીક રૂડા બિલ્ડિંગની સામે બનાવવામાં આવી છે. ૧૧ કરોડ ૫૦ લાખનાં ખર્ચે નવનિર્મિત ઈમારત ઉપર હવે ધૂળ જામતી જાય છે. આ હોસ્ટેલમાં ખેલાડીઓને રહેવા માટે ૩૪૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને હોસ્ટેલમાં લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. શિયાળાના સમયગાળાને એક મહિનો પુરો થઈ ગયો છે. પરંતુ સરકારી હોસ્ટેલનું આ બિલ્ડિંગ ક્યારે શરૂ થશે? તે નક્કી નથી. પરંતુ બદલાયેલી સરકારને લીધે બંધ આધુનિક ઈમારત હવે લોકાર્પણની કાગડોળે રાહ જાેઈ રહ્યું છેરાજકોટની સૌપ્રથમ ૫ માળની સ્પોર્ટ્‌સ હોસ્ટેલ લોકાર્પણના વાંકે બંધ પડી છે. ૩૪૦ ખેલાડીઓ રોકાય શકે તેવી ૫ માળની અદ્યતન બિલ્ડિંગ ૧૧.૫૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જાેકે નવી સરકાર આવતા હવે આ નવનિર્મિત બિલ્ડિંગ ઉદઘાટનના વાંકે ધૂળ ખાઇ રહી છે. ત્યારે આ અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ કરવું ખૂબ જ આવશ્યક છે. ઉલ્લેખીયન છે કે, સ્પોર્ટ્‌સ બિલ્ડિંગ ૫ મહિના પહેલા જ તૈયાર થઈ ગયું હતું. ૨૯ ઓગસ્ટના રોજ સ્પોર્ટ્‌સ ડેના દિવસે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ થવાનું હતું. પરંતુ વહીવટી કારણોથી લોકાર્પણ ન થયું. ત્યારપછી સરકાર બદલાઈ જતાં આજ સુધી હોસ્ટેલના બિલ્ડિંગનું લોકાર્પણ થયું નથી. રમત-ગમતના ખેલાડીઓ માટેની સૌથી શ્રેષ્ઠ મોસમ એટલે શિયાળો. શિયાળાની શરૂઆત થતાની સાથે જ શારીરિક કવાયતોની પ્રેક્ટિસ લોકો કરવા લાગે છે. દરરોજ વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો રેસકોર્સના મેદાનમાં ઉમટી પડતા હોય છે. રમત-ગમતની જુદી જુદી સ્પર્ધા પણ યોજવામાં આવી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ખેલાડીઓ આવતા હોય છે. પોલીસ કમિશનર બંગલોની બાજુમાં પાંચ માળની આધુનિક સ્પોર્ટસ હોસ્ટેલ તૈયાર કરવામાં આવી છે. ૩૪૦ ખેલાડીઓ રહી શકે તેવી આધુનિક સ્પોર્ટસ હોસ્ટેલનું બિલ્ડિંગ ૧૧ કરોડ ૫૦ લાખના ખર્ચે ઉભું કરવામાં આવ્યું હોવા છતા આજ દિવસ સુધી ઉદઘાટક પાસે સમયનો અભાવ હોવાથી લોકાર્પણ અટકી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે.

Sports-Hostel-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *