વડોદરા
વડોદરા શહેરમાં નશાખોરીના દુષણને ડામવા પોલીસ સતત પ્રયત્નશીલ રહે છે. પોલીસ ડ્રગ્સ અને નશીલા દ્રવ્યોથી સાવચેત રહેવા અવારનવાર જાગૃતિ અભિયાન હાથ ધરવાની સાથે કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરતી હોય છે. જાેકે, નશાના બંધાણી અને નશાના કારોબારીઓની પોલીસ ચોપડે નોંધ જાેતા ઝાઝો ફરક જણાતો નથી. શનિવારે રાત્રે વડોદરા પોલીસે ફરી એક વખત સઘન પેટ્રોલિંગ હાથ ધરી નશીલા પદાર્થનું સેવન કરનાર ૨૨ જેટલા શખસોને ઝડપી પાડી નશાખોરી વિરુદ્ધ સ્ટ્રાઈક કરી હતી. જાેકે, આરોપીઓએ નશીલા પદાર્થનું સેવન કર્યું તે દિશામાં પણ તપાસ આરંભી નશાના કારોબારીઓ સામે પણ સ્ટ્રાઈક કરવી હાલના તબક્કે જરૂરી બન્યું છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ કાફલો ઊતરી પડ્યો હતો અને સ્લમ વિસ્તારમાં જઇને નશીલા પદાર્થોના વેચાણ મામલે તપાસ કરીને સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. નશીલા દ્રવ્યો ઉપરાંત દારૂ અને જુગારધામો પર પણ પોલીસે શંકાના આધારે તપાસ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા વારંવાર આ પ્રકારની ડ્રાઇવ યોજાવામાં આવતાં અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ગાંજી સહિતની નશીલી વસ્તુઓના વેચાણ સામે પોલીસે લાલ આંખ કરી છે. ચોકકસ ગલ્લાઓ પર, બહુમાળી ઇમારતના પાર્કિંગ, ખુલ્લા મેદાનો પાસે ગાંજાનો વેપલો કરી યુવાઓને નશાની લતમાં પરોવી રહ્યા હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે. જેને પગલે શહેર પોલીસે આવા સ્થળો પર વોચ રાખવાની ચોકસાઇ વધારી દીધી છેવડોદરા શહેર પોલીસ દ્વારા નશાખોરીના દુષણને ડામવા પોલીસ સ્ટેશનોના પોલીસ કર્મીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરીને ૨૨ જેટલા દારૂડિયાને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ વધુ તપાસ હાથ ધરી હતી. જાેકે, નશાખોરીનો કારોબાર કરનાર તત્વો સામે પણ આ પ્રકારની સ્ટ્રાઈક કરવામાં આવે તે જરૂરી બન્યું છે. વડોદરા શહેરના સોમા તળાવ અને ડભોઇ રોડ વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ દરમિયાન ૩૦૦ શંકાસ્પદ લોકોને ચેક કર્યાં હતા અને દારૂ પીધેલા ૨૨ લોકોને ઝડપી પાડ્યા હતા. ઉપરાંત ૪ લોકો વિરૂદ્ધ દારૂનો કબજાે રાખવા બદલ ગુના નોધવામાં આવ્યા હતા. આ સાથે ૧૮૩ જેટલા વાહનો પણ પોકેટ કોપ મોબાઈલ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા. ૧૯ વાહન ચાલકો વિરૂદ્ધ સ્ફ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. કોમ્બિંગની કાર્યવાહીમાં મદદનીશ પોલીસ કમિશનર ઈ ડીવીઝન તેમજ વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશનના તમામ ઁૈં અને ઁજીૈં તથા ૬૦ પોલીસ કર્મચારીઓ ફરજ પર તૈનાત હતાં.


