Gujarat

શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા સ્નેહમિલન સમારોહ સાથે અનેકવિધ પ્રવૃતિઓ નું આયોજન કરવામાં આવેલ

શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા સ્નેહમિલન સમારોહ સાથે અનેકવિધ પ્રવૃતિઓ નું આયોજન કરવામાં આવેલ
શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા ગત રવિવાર ના રોજ મોટા વરાછા ખાતે આવેલ ફાર્મ માં સુરત માં વસતા વઘાસીયા પરિવાર નું સ્નેહમિલન નું આયોજન કરવામાં આવેલ હતું. આ અંગે માહિતી આપતા શ્રી વઘાસીયા પરિવાર સુરત ના પ્રમુખ શ્રી ડો. જગદીશ વઘાસીયા એ જણાવેલ કે સમાજ ને નુકશાનકર્તા જૂની રૂઢિગત પરંપરાઓ તોડી ને ,કુરિવાજો છોડી ને અને અંધશ્રદ્ધા ત્યાગી ને છેલ્લા ઘણા વર્ષો થી શ્રી વઘાસીયા પરીવાર નોલેજ ના માર્ગે આગળ વધી રહ્યો છે ત્યારે નવી પેઢી માં નવા વિચારો નું સિંચન કરવા, નવા આયામો ને સ્વીકાર કરવા અને આવનારા સમય નો સફળતાપૂર્વક સામનો કરી પ્રગતિ ના પથ પર આગળ વધવા નવી પેઢી ને તૈયાર કરવા દર વર્ષે નોલેજ ફેસ્ટીવલ નું આયોજન કરી રહ્યા છીએ. આજના સ્નેહ મિલન સમારોહ માં નોલેજ ફેસ્ટીવલ અતર્ગત જુદી જુદી ૧૨ કરતા વધારે રચનાત્મક , સમાજ ઉપયોગી અને બીઝનેસ ઉપયોગી પ્રવૃતિઓ નું આયોજન કરવામાં આવેલ. જેમાં પરિવાર ના જુદા જુદા યુવાનો દ્વારા અલગ અલગ જવાબદારી નિભાવેલ. કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા પરિવાર ના મહામંત્રી શ્રી નીખીલ વઘાસીયા એ જણાવેલ કે આ નોલેજ ફેસ્ટીવલ માં બીઝનેસ એક્ઝીબીશન,બીઝનેસ ડેવલોપમેન્ટ સેમીનાર નું આયોજન કરેલ જેમાં ચેમ્બર ઓફ કોમર્સ ના ખજાનચી અને મોટીવેશનલ સ્પીકર શ્રી મૃણાલ શુક્લ, રીફ્રેશ વેલનેસ પ્રા.લી. ના ડીરેક્ટર શ્રી નીલેશ ગજેરા તેમજ મહિલા ઉધોગ સાહસિક અને ઘનશ્યામ એન્ટરપ્રાઈઝ ના માલિક એવા શ્રી મતિ હિમાનીબેન ભુવા એ જુદા જુદા વિષયો પર યુવા બીઝનેસમેન ને માર્ગદર્શન કરેલ. આ પરિવાર માં અન્ય પરિવાર ના પ્રતિનિધિ ઓ ને પણ આમંત્રિત કરેલ એ અંગે માહિતી આપતા પૂર્વ પ્રમુખ શ્રી વિનુભાઈએ જણાવેલ કે ૭૦ કરતા વધારે અન્ય પરિવાર ના પ્રતિનિધિ ઓ ઉપસ્થિત રહેલ , જેનો મુખ્ય હેતુ એક બીજા પરિવાર ના પ્રતિનિધિઓ મળી સમાજ સેવા તેમજ પરિવાર ના કોઈ સભ્યો ને કોઈ ધંધાકીય કે સામાજિક પ્રશ્નો હોઈ તો એકબીજા પ્રતિનિધિઓ ના માધ્યમ થી નિરાકરણ લાવી શકાય જેમાં મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ યુવા ટીમ ના સદસ્ય અને એવા શ્રી ભાવેશભાઈ રફાળીયા એ સમાજ ની પ્રવર્તમાન સમસ્યા વિષે ચિંતા વ્યક્તિ કરી હતીઅને તેમના નિરાકરણ માટે તમામ પરિવારો ને એક સાથે રહી પ્રયત્નો કરવા હાકલ કરી હતી, શ્રી હાર્દિકભાઈ ચાંચડ યુવા નો ને નવા અને સારા વિચારો નો તાત્કાલિક અમલ કરવા તેમજ સૌરાષ્ટ પટેલ સેવા સમાજ દ્વારા દર ગુરવારે ચાલતા વિચારો ના વાવેતર કાર્યક્રમ માં યુવાઓ ને સામેલ થવા આમંત્રણ પાઠવેલ. ડો.દિલીપભાઈ વરસાણી એ વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ ધંધા વ્યવસાય કરવો જોઈએ ,દેખા દેખી માં ધંધા વ્યવસાય કરવા જતા ઘણીવાર પરિવારો મુશ્કેલી મુકાઇ જતા હોઈ છે તો તેવા વ્યક્તિઓ એ નોકરી પણ કરવી જોઈએ. મહેમાનો માં ધબકાર ના તંત્રી શ્રી નરેશભાઈ વરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને વઘાસીયા પરિવાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલ. સાંજ ના કાર્યક્રમ માં, વ્યસન મુકિત રેલી, ટ્રાફિક જાગૃતિ રેલી તેમજ અંગ દાન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવે સાથે ઉપસ્થિત સભ્યો ને વ્યસનમુકિત અને ટ્રાફિક ના નિયમો ના પાલન માટે સૌગંદ લેવાડાવેલ, ત્યાર બાદ વર્તમાન સમય માં હૃદય ના હુમલા (હાર્ટ એટેક )નું પ્રમાણ ખુબ વધી રહ્યું છે ત્યારે તેને અટકાવવા તેમજ યોગ્ય સમયે હ્યદય નું પમ્પીંગ કરી હોસ્પિટલ સુધી પહોચાડવામાં આવે તો ઘણા બધા જીવ બચી જતા હોઈછે એમાટે ડો. રાજેશ વેકરીયા, ડો.ધર્મેશ ગોહિલ અને તેમજ એમની ટીમ દ્વારા પરિવાર ના ૪૦૦૦ કરતા વધારે લોકો સમક્ષ ડેમોન્સ્ટ્રેશન કરેલ અને ૩૦ કરતા વધારે લોકો ને તાલીમ આપેલ. સાથે સાથે બાળકો માં વડીલો પ્રત્યે આદરભાવ જળવાઈ તેમાટે વડીલ વંદના નો કાર્યક્રમ પણ રાખેલ. સ્નેહમિલન માં બ્લડ ડોનેશન કેમ્પ અંગે માહિતી આપતા પ્રવીણભાઈ વઘાસીયા એ જણાવ્યું કે પરિવાર દ્વારા વર્ષ દરમિયાન અને સ્નેહમિલન માં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેછે અને આજના સ્નેહમિલન માં ૧૧૩ જેટલી બોટલ રક્ત એકત્રિત કરવામા આવેલ અને પરિવાર ના પ્રમુખ શ્રી ડો. જગદીશ વઘાસીયા એ કેમ્પ માં ૮૧ મી વખત રક્તદાન કરી કાર્યકર્તા ઓ ને પ્રોત્સાહન પૂરું પડેલ. સાંજે પરિવાર ના બાળકો બાળ ખેલોત્સ્વ નું આયોજન કરેલ સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન માટે વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ જરૂરિયાત મંદ વિધાર્થીઓ ને ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક સહાય ચેક અર્પણ કરેલ.સાથે સાથે સાયબર સિક્યુરીટી અંગે સાયબર સિક્યુરીટી ટેકનીકલ નિષ્ણાંત શ્રીમતી હેપીશાબેન વઘાસીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા યુવા ટીમ ના પ્રમુખ નીતિન વઘાસીયા તેમજ મહામંત્રી પરેશ વઘાસીયા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવેલ.

IMG-20241230-WA0115-1.jpg IMG-20241230-WA0114-0.jpg