બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી..
ગઢડાના માંડવધાર રોડ પર મીની ટ્રેક્ટર પલટી ખાઈ જતા ટ્રાફિક જવાનોએ પોતાની વાન સાથે બાંધીને બહાર કઢાવ્યું..
3 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી,પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા વ્યવસ્થા કરી..
બોટાદ જિલ્લા ટ્રાફિક PSI એમ એમ રાવલ અને તેમની ટીમ દ્વારા જિલ્લામાં સતત પેટ્રોલીંગ કરી રહ્યાં છે. જિલ્લા ટ્રાફિકના ASI રામદેવ આહિર, દિલીપ ખાચર, કલ્પેશ સાકરીયા, જયેશ કુવારીયા, ધીરજ રબારી. કિશન રાઠોડ ગઢડાથી જસદણ રોડપર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન માંડવધાર ગામની આગળ પહોંચતા એક મીની ટ્રેકટર પલટી ખાઈ ગયેલું અને ત્રણ વ્યક્તિઓ પણ હતા. જેથી ટ્રાફિક જવાનોએ પોતાની વાન ઉભી રાખીને તાત્કાલિક આ સ્થિતિની ગંભીરતા સમજીને કામે લાગી ગયા. પોતાની ફરજથી ઉપર ઊઠીને તેમણે મીની ટ્રેક્ટરને બહાર કાઢવા માટે મદદરૂપ સાધનો અને સ્થાનિક લોકોની મદદ મેળવી હતી.તુરંત કામગીરી કરીને મીની ટ્રેક્ટરને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું અને ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દૃશ્યએ ત્યાં ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા. લોકોની સુરક્ષા અને તેમની જીવનસાથે જોડાયેલા સાધનોને બચાવવા ટ્રાફિક વિભાગની આ સેવા ભાવનાને ગામના લોકો અને ટ્રેક્ટર ડ્રાઇવરે વખાણીને આભાર માન્યો હતો…
તસવીર:વિપુલ લુહાર,બોટાદ



