Gujarat

8 કિલોમીટર ઝડપે બર્ફીલા પવનો ફૂંકાતા ભાવેણાવાસીઓ ઠૂંઠવાયા

ભાવનગર શહેર અને જિલ્લામાં સતત ત્રણ દિવસથી ઠંડીનું જોર એ યથાવત જોવા મળી રહ્યું છે, સમગ્ર ગોહિલવાડમાં શિયાળાની સિઝનમાં લઘુતમ તાપમાન સડસડાટ ગગડીને 15.6 ડિગ્રી એ પહોંચી જતા શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયાડ પંથકમાં માત્ર એક જ રાતમાં પૂર્વતર દિશામાંથી 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિમભર્યા પવનો ફુંકાતા તાપમાનનો પારો સડસડાટ ગગડ્યો છે, એ જ રીતે મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

આજે વહેલી સવારે ઠંડી જોવા મળી રહી હતી દિવસભર ઠંડા પવનો નું સામ્રાજ્ય અકબંધ જોવા મળ્યું હતું. લોકો ઘર બહાર નીકળતા પૂર્વે ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા, સમગ્ર રાજ્યમાં ખાસ કરીને દરિયાકાંઠાના શહેરો તથા પહાડી વિસ્તારોમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું, જેની શરૂઆત આજે સપ્તાહના પ્રારંભ થી જ જોવા મળી રહી છે,

આજે સાવરથી ભાવનગરમાં શિયાળાની ધીમી ગતિ શરૂઆત બાદ કડકટથી ઠંડી જામતી જાય છે આજે તાપમાનનો પારો 15.6 ડિગ્રીએ પહોંચી જતા શહેરભરમાં ગુલાબી ઠંડી નો પ્રારંભ થયો હતો, ગઈકાલે રાત્રે મહત્તમ તાપમાન 28.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 61 ટકા અને પવનની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.