જામનગર શહેર અને આસપાસ વિસ્તારમાં ગઈકાલે 31મી ડિસેમ્બર એટલે થર્ટી ફર્સ્ટ ની નાઈટ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમાં.શહેરમાં અનેક વિસ્તારોમાં ડાન્સ એન્ડ ડાઈનીંગ સહિતના ધમાકેદાર કાર્યક્રમો યોજાયા હતા
તેમજ ડીજેના ડાન્સની મસ્તી સાથે ધમાલમાં યુવાધન હિંલોળે ચડ્યું હતું અને નવા વર્ષના વધામણા કર્યા હતા. તેમજ નવા વર્ષે વેલકમ કરવા માટે યોજાયેલા રંગારંગ કાર્યક્રમમાં કોઈ સ્થળે ગીત સંગીતની સાથે ભવ્ય આતશબાજી અને કેક કાપી 2025 ને વેલકમ કરાયું હતું.
જામનગર શહેરમાં ખાનગી પાર્ટી પ્લોટ ઉપરાંત રિસોર્ટ અને હોટલોમાં થર્ટી ફર્સ્ટ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જે તમામ જગ્યાએ બોડી સંખ્યામાં યુવા ધન જોડાયું હતું.અને ડીજેના તાલ સાથે ડાન્સ ધમાલ અને મસ્તી કરી નવા વર્ષની ઉજવણીમાં ભારે જમાવટ કરી હતી.
જ્યારે સેવન સીઝન રિસોર્ટમાં બાર વાગ્યાના ટકોરે વર્ષ2025ને વેલકમ કરવા માટે કેક કાપી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી અને જોશીલા યુવા ધન દ્વારા નવા વર્ષને વેલકમ કર્યો હતો.
સાથે સાથે થર્ટી ફર્સ્ટ ની ઉજવણી બાદ જામનગર પોલીસ દ્વારા શહેરના તમામ જગ્યાએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ખુદ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ડીવાયએસપી જયવીર સિંહ ઝાલા રાજેન્દ્ર દેવધા અને પ્રવેશનલ ડીવાયએસપી નયના ગોરડીયા દ્વારા ખંભાળિયા બાયપાસ ખાતે ચુસ્ત બંદોબસ્ત સાથે તમામ ગાડીઓના ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સાથે કારમાં લગાવેલી બ્લેક ફિલ્મો દૂર કરી હતી અને જામનગરમાં થર્ટી ફર્સ્ટ ની શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત સાથે કડક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.