Gujarat

હારીજ બજારમાં ચાઈનીઝ દોરી વેચાણ પર પ્રતિબંધ લાવવા પી.આઈ. ને રજુઆત

ઉત્તરાયણ પર્વ પહેલા હારીજ શહેરમાં ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ થતું અટકાવવા રજૂઆત …
ગુજરાત સરકાર દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ કરવું ગુન્હો હોવાથી ઉત્તરાયણ પર્વ પહેલા હારીજ શહેરમાં ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ થતું અટકાવવા હારીજ નગર વિકાસ કમીટી દ્વારા હારીજ પોલીસ મથકના પી.આઈ .નીરવ શાહને લેખિત અરજી આપવામાં આવી હતી.ચાઈનીઝ દોરીના ઉપયોગને લઈ અનેકવાર અબોલ પક્ષીઓ મોતને ભેટી ચુક્યા છે. તેમજ અવાર નવાર વાહન ચાલકોને પણ અકસ્માતનો ભોગ બનવાનો વારો આવ્યો છે. ત્યારે હારીજ નગર વિકાસ કમીટી દ્વારા હારીજ શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ બંધ કરાવવા તેમજ વેચાણ કરતા ઈસમો સામે ગુન્હો નોંધવા પોલીસ મથકે લેખિત રજુઆત કરવામાં આવી હતી જેમાં પુષ્પક ખત્રી,પરેશ ઠાકર, અમિત ગોસાઈ હાજર રહ્યા હતા.

રિપોર્ટર. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ