Gujarat

સાવરકુંડલા કબીર ટેકરીનાં મહંત પુજ્ય નારાયણદાસ સાહેબનાં ૪૫ માં જન્મદિવસ નિમિતે ઈસુના નવા વર્ષે એટલે કે પેલી જાન્યુઆરીના રોજ સાવરકુંડલામાં પુસ્તક વિમોચન, જન્મોત્સવની ઉજવણી દબદબાભેર સાહિત્યિક માહોલમાં કરવામાં આવી

શ્રી સુધીરભાઇ મહેતા લીખીત ઉજળી પ્રતિભા પુસ્તકનું લોકાર્પણ, પૂ. કરશનગીરી બાપુ, પૂ ઘનશ્યામદાસબાપુ, પૂ. રૂપેશ્વરીદેવી પ. પૂ. શુકદેવપ્રસાદદાસજી સ્વામી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સહિતના સંતોની  ઉપસ્થિતિમાં કબીર આશ્રમના પૂ. નારાયણદાસ સાહેબની સાકરતુલા સાથે સન્માન કરવામાં આવી
ગદ્ય સાહિત્ય સભા અમરેલી દ્વારા કબીર ટેકરીના મહંત પૂ. નારાયણદાસ સાહેબના જન્મોત્સવની ઉજવણી સાથે સુધીરભાઈ મહેતા લીખીત ઉજળી પ્રતિમા પુસ્તકનું લોકાર્પણ થયું. આ કાર્યક્રમમાં અનેક ગણમાન્ય લેખકો, સાહિત્યકારો તથા  કવિઓ મોટી જેવા કે વાસુદેવભાઈ સોઢા, ગોરધનભાઈ ભેંસાણીયા, રવજીભાઈ કાચા, નાનાલાલભાઈ ત્રિવેદી, ઉદયભાઈ દેસાઈ, મંગળુભાઈ ખુમાણ સમેત કવિઓ લેખકો ઉપસ્થિત રહ્યા હતા.
નિયત થયેલ કાર્યક્રમ મુજબ તા.૧-૧-૨૦૨૫ એટલે કે ઈસુનાં નવા વર્ષનાં શુભારંભે બુધવારે બપોરે  બે કલાકે કબીર ટેકરી આશ્રમ સાવરકુંડલા ખાતે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો  જેમાં દિપ પ્રાગટય, સરસ્વતી વંદના, પુષ્પગુચ્છથી સ્વાગત બાદ લેખક પરિચય ડૉ. ગીતાબેન ગીડા દ્વારા આપવામાં આવેલ . પુસ્તક પરિચય રવજીબાઈ કાચાએ આપેલ.
બાદમાં કાર્યક્રમનાં અધ્યક્ષ અને મહાનુભાવો દ્વારા પુસ્તક વિમોચન અને ઉજળી પ્રતિભાઓનાં સન્માનપત્રનું વાંચન બાદ સન્માન કરાશે. પ. પૂ. નારાયણ સાહેબ આશિર્વચન પાઠવ્યા તેમજ  શ્રી સરસ્વતીબેન ત્રિવેદી પ્રતિભાવ આપતાં કાર્યક્રમ ખૂબ જ રસપ્રદ રહ્યો હતો. . સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદયભાઈ  દેસાઈ અને ઉમેશભાઇ ચાવડા દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ પ. પૂ. નારાયણ સાહેબનું તેમના જન્મદિવસ નિમિત્તે સાકરતુલા તથા ઉન્નવસ્ત્રથી શ્રી નાનાભાઈ ત્રિવેદી દ્વારા ભાવ શ્રધ્ધા અને હેતથી સન્માન કરવામાં આવેલ
 
આ પ્રસંગે  પ. પૂ. શુકદેવપ્રસાદદાસ સ્વામી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સા. કુ
પૂ. ઋતેશ્વરી દેવી – જામનગર, પૂ. કરશનદાસબાપુ – કુંડલપુર હનુમાન મંદિર, સાહિત્યકાર વાસુદેવ સોઢા ,  પૂ. રામદાસબાપુ – ધનાભગતની જગ્યા સા. કુ. સમેત અનેક પૂજનીય ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે આકાશવાણીનાં ડો. ગીતાબેન ગીડા,  અમદાવાદથી  જીગરભાઈ ગળચર, સી.કે.ટાંક,  મંજુલાબેન તથા મહુવાનાં
પિયુષભાઈ લુહાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન મનીષભાઈ વિંઝુડા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમ પૂર્ણ થયે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કબીર ટેકરી આશ્રમના સેવકગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા