આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં બનેલ એક્સિડન્ટ/ફેટલના અન- ડીટેકટ ગુન્હાઓના આરોપીઓને પકડી પાડી કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આઘારે આર.જે.પરમાર ઇન્ચાર્જ નાયબ પોલીસ અઘિક્ષક,બોડેલી ડીવીઝન બોડેલી તથા એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના સુપર વિઝન હેઠળ જેતપુરપાવી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૩૨૪૧૦૯૯/૨૦૨૪ બી.એન.એસ. (BNS) ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૦૬(૧),૧૨૫ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબનો ગુન્હો તા.૩૦/૧૨/૨૦૨૪ ના ક.૧૩/૩૦ વાગ્યે બનેલ હતો તે ગુન્હામાં એક લાલ કલરનો ટ્રક ચાલક પોતની ટ્રકને પુરઝડપે અને ગફલત ભરી રીતે બેદરકારીથી હંકારી લાવી મો.સા રજી.નં GJ-34-L-3111 ને પાછળથી અથાડી મો.સા ઉપર બેસેલ બે મહીલાઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી સ્થળ ઉપર મોત નિપજાવી ટ્રક ચાલક તેની ટ્રક લઇને નાશી ગયેલ હોય તે ટ્રક ચાલકને પકડી પાડવા જેતપુર પાવી પોલીસ સ્ટેશનના એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ દ્રારા અલગ-અલગ પોલીસ ટીમો બનાવી રસ્તા ઉપરના ટેકનિકલ સી.સી.ટીવી કેમેરા તથા હ્યુમન સોર્સ આધારે એક્સિડન્ટ કરનાર TATA કંપનીના ટ્રક રજી.નં.RJ-09-GC-0084 નો ચાલક એક્સિડન્ટ કરી કવાંટ થઈ મધ્યપ્રદેશ તરફ જઇ રહેલ છે. તેવુ જાણવા મળતા તેનો પિછો કરી મધ્યપ્રદેશ રાજ્યના ઈન્દોર શહેરમાંથી પકડી પાડવામાં આવ્યો.
આમ જેતપુરપાવી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૩૨૪૧૦૯૯/૨૦૨૪ બી.એન.એસ. (BNS) ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૦૬(૧),૧૨૫ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામે એક્સિડન્ટ કરી મોત નિપજાવી નાસી ગયેલ ટ્રક ચાલક ધીરૂ પહાડસિંહ બામણીયાને ગણત્રીના કલાકોમાં પકડી પાડવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર