Gujarat

કચ્છમાં નવા વર્ષેય ઠંડીનો ચમકારો યથાવત, ભુજમાં 11.4 અને નલિયામાં 6.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું

કચ્છમાં ઠંડીના લઘુતમ પારામાં આજે સામાન્ય વધઘટ છતાં શિત લહેર અંકબંધબરહેવા પામી છે. ભુજમાં ગઇકાલની સરખામણીએ લઘુતમ પારો એક ડીગ્રી વધીને 11.4ના સ્તરે નોંધાયો છે, તો શિત મથક નલિયામાં 6 ડીગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું છે. જ્યારે કંડલા ખાતે પણ ઠંડીમાં આંશિક રાહત સાથે લઘુતમ પારો 14 ડિગ્રીએ અંકિત થયો છે. ભુજમાં ઠંડીના પારામાં સામાન્ય વધારો નોંધાયો હોવા છતાં સવાર સાંજ તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો.

જિલ્લામાં આજે પણ ઠંડીથી કચ્છવાસીઓને ખાસ રાહત મળી શકી નથી. તાપમાનના પારમાં સામાન્ય વધઘટ છતાં જિલ્લા મથક ભુજથી લઈ પશ્ચિમ કચ્છના સરહદી નલિયા સુધી શીત લહેર છવાયેલી રહેવા પામી છે. ભુજ શહેરનું ન્યૂનતમ તાપમાન આજે એક ડીગ્રી વધારા સાથે 11.4 રહ્યું હતું જેને લઇ વહેલી સવારે તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો,જ્યારે સીત મથક નલિયામાં ઠલઘુતમ તાપમાન 6.4 ડિગ્રી નોંધાવા સાથે વધુ એક વખત રાજ્યમાં તે ઠંડુ મથક બની રહ્યુ છે.

ડિસેમ્બર માસ ઠંડીગાર પસાર થયા બાદ નવા વર્ષના આગમને પણ ઠંડી કાયમ રહેવા પામી છે. ઠંડીને લઈ લોકો સાથે અબોલ પશુઓ પણ તિવ્ર ઠંડીનો માર સહન કરી રહ્યા છે. દરમિયાન વર્ષના પ્રથમ સૂર્યોદય થતાંજ વાગડના ખેંગારપર ગામનો વાડી વિસ્તાર લીલા-પીળા રંગના સમન્વયથી સોનેરી સવારે ખીલી ઉઠ્યો હોવાનું મહાદેવ આહીરે કહ્યું હતું.