Gujarat

બાળ વિવાહ મુક્ત ભારત, નશા મુકત ભારત અભિયાન અંતર્ગત બોટાદ તાલુકાના ઝમરાળા ગામે સર્વોદય વિદ્યાલય ના બાળકો સાથે જાગૃતિ સેમિનાર કાર્યક્રમ યોજાયો

બાળ વિવાહ મુક્ત ભારત, નશા મુકત ભારત અભિયાન અંતર્ગત બોટાદ તાલુકાના ઝમરાળા ગામે સર્વોદય વિદ્યાલય ના બાળકો સાથે જાગૃતિ સેમિનાર કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.કે.ભટ્ટ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી એસ.એલ.ડવની રાહબરીમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બોટાદ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ સ્કુલોમાં જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળા ખાતે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ગોરધનભાઈ મેર (સુરક્ષા અધિકારી- સંસ્થાકીય સંભાળ) દ્વારા બાળ સુરક્ષા, બાળ અધિકાર અને નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત યુવાનોમાં વિવિધ પ્રકારના વ્યસનો, નશાનું પ્રમાણ વધી રહ્યું છે જેથી પોતાનું અને પરિવારનું જીવન મુશ્કેલીઓ તરફ ના ધકેલે તે માટે બાળકોને અને યુવાનો વ્યસન તરફ ના જાય તે માટે સમજ આપવામાં આવેલ. તથા જીતેન્દ્રભાઈ કારેલીયા (સુરક્ષા અધિકારી- બીન સંસ્થાકીય સંભાળ) દ્વારા બાળ લગ્ન કાયદા વિશે, દત્તક વિધાન, બાળ મજૂરી, ચાઇલ્ડ હેલ્પ લાઇન તથા બાળ કલ્યાણ અને દિવ્યાંગ કલ્યાણ વિવિધ યોજનાકીય માહિતી અંગે સમજ આપવામા આવેલ. જ્યારે અરવિંદભાઈ વાઘેલા (સામાજિક કાર્યકર) દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અને નશા મુકત ભારત અંગેના શપથ લેવડાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય રાજેશભાઈ રામાવત તેમજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ સહભાગી થયેલ.

IMG-20250103-WA0057-1.jpg IMG-20250103-WA0056-0.jpg