રાણપુરમા અસામાજિક પ્રવૃત્તિ અને દારૂડીયાઓના ત્રાસ ને લઈ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ…
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં મામલતદાર કચેરી ખાતે બરવાળા પ્રાંત અધિકારી એસ.વી.ચૌધરી અને મામલતદાર એ.બી.ગોહીલ અને નાયબ મામલતદાર નિરવ વ્યાસ ની હાજરીમાં રાણપુર માં અસામાજિક પ્રવૃત્તિ તેમજ દારૂડિયાઓના ત્રાસને લઈને બેઠક યોજાઈ.આ બેઠકની અંદર રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ,ગ્રામ પંચાયતના સભ્યો,વેપારી મહામંડળના આગેવાનો હાજર રહ્યા હતા છેલ્લા કેટલાક સમયથી રાણપુર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ અને દારૂડિયાઓના ત્રાસને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અસામાજિક પ્રવૃત્તિ તેમજ દારૂડિયોના ત્રાસને લઈને બરવાળા પ્રાંત અધિકારીને રજૂઆતો કરવામાં આવી હતી રાણપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણાઓ પણ કરવામાં આવી હતી….
તસવીર:વિપુલ લુહાર



