રાણપુરના જાળીલા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠીયા સમાન
ગામ લોકોએ રીયાલીટી ચેક કરતા ફરજ પરના ડોક્ટરો સહિત અમુક સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો
આશરે 30 ગામના દર્દીઓ હેરાન-પરેશાન,પુરતો સ્ટાફ ફાળવવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી..
રાણપુર તાલુકાના જાળીલા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓનો અભાવ તેમજ દર્દીઓને પૂરતી સારવાર ન મળતી હોવાને લઈને ગામના આગેવાનો અને લોકોએ – મીડીયાની હાજરીમાં રીયાલીટી ચેક કરતા હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરો સહિત અમુક સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો હતો. ત્યારે તાત્કાલીક હોસ્પિટલમાં પુરતા સાધનો અને પુરતો સ્ટાફ ફાળવવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી હતી.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું જાળીલા ગામ આવેલું છે. જાળીલા ગામે આસપાસના ત્રીસેક જેટલા ગામોને આરોગ્ય નો લાભ થાય તે માટે તંત્ર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવ્યું છે. પરંતુ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતો સ્ટાફ તેમજ અપુરતા સાધનો ને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. હોસ્પિટલમાં જ્યારે દર્દીઓ આવતા હોય છે ત્યારે મોટા ભાગે ડોક્ટર અને સ્ટાફ – હાજર હોતા નથી તેમજ એક્સ-રે મશીન સહિતના અમુક સાધનો પણ ઉપલબ્ધ નથી જેના કારણે દર્દીઓને અન્ય હોસ્પિટલ જવા મજબુર થવું પડે છે. તેમજ – હોસ્પિટલમાં કોઈ ગાયનેક ડોક્ટર નથી તેના કારણે મહિલાઓને ડિલીવરી સમયે – હેરાન પરેશાન થાય છે અને સામાન્ય ઈ ડિલીવરી હોવા છતાં તેને સીજીરીયન કરવાનું કહિ નક્કી કરેલ હોસ્પિટલ મોકલે છે તેવા ગામ લોકોએ આક્ષેપ કર્યા હતા.જાળીલા ગામમાં લોકો દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવી તપાસકરતા ફારમાશિષ્ટ અને નર્સિંગ સ્ટાફ હાજર હતા. અનેક દર્દીઓ મેડિકલ સારવાર માટે બોટાદ ડોક્ટરની રાહજોઈ બેઠા હતાં. ત્યારે ડોક્ટરની ત ગેરહાજરી થી લોકો પરેશાન થાય છે
ગામલોકો અને મિડિયા કર્મીઓ દવાખાનામાં આવેલા જોઈને તાલુકા આરોગ્ય ઓફ્સિરને જાણ થતાં રાણપુર સીએચસી માંથી મેડિકલ ઓફ્સિરને જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં હાજર થવા સૂચના આપવામાં આવી હતી. આ મેડિકલ ઓફીસર ૧૨ વાગ્યા આસપાસ જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં પહોચી સમગ્ર હકીકત મિડિયા સમક્ષ રજુ કરી હતી.સમગ્ર હકીકત અંગે હોસ્પિટલના ફાર્માસિસ્ટ હર્ષદ સોલંકી દ્વારા હાલ જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં ડોક્ટર રાજકોટ ટ્રેનિંગમાં હોવાથી ગેરહાજર હોવાનું જણાવવામાં આવ્યું હતું. તદુપરાંત લોકો દ્વારા ડિલિવરીના કૈસમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી બોટાદની એક ખાનગી હોસ્પિટલમાં સિઝેરિયન માટે જવાનું સૂચન કરવામાં આવે છે. જે અંગે પ્રતિસાદ આપતા જણાવ્યું કે ડિલિવરીના પેશન્ટને આ અંગે ગેરસમજ થઈ હશે તેવું કહી બચાવ કર્યો હતો. અત્યારે હાલમાં સમાં ટ્રેનિંગમાં ગયેલ ડોક્ટરની જગ્યાએ અન્ય ડોક્ટરને ચાર્જ આપવાની જવાબદારી તાલુકા આરોગ્ય અધિકારીની છે. હાલ આરોગ્ય અધિકારીને ફોન કર્યો છે ત્યારે થોડીવારમાં ડોક્ટર આવી રહ્યા છે તેવું કહી બચાવ કર્યો હતો. પરંતુ આરોગ્ય સુવિધા અને જવાબદાર અધિકારીઓની ગેરહાજરી થી દર્દીઓને ખાનગી દવાખાનાઓમાં જોવા મજબૂર થવું પડે છે.સમગ્ર હકીકત અંગે ગામ લોકો અને મીડિયા દ્વારા રિયાલિટી ચેક કરતા ડોક્ટરની બેદરકારી સામે આવી હતી.ડોક્ટર નિયમિત હાજર નહીં રહેતા હોવાને કારણે તેમજ ડિલિવરી માટે કોઈ સ્પેશિયાલિસ્ટ નહીં હોવાથી દર્દીઓ પરેશાન થતા હોય છે, નોર્મલ ડિલિવરી થઈ શકે તેવા પેશન્ટને પણ બોટાદ ની ખાનગી હોસ્પિટલમાં સિઝેરિયન માટે મોકલવામાં આવે છે ત્યારે આવા અનેક આક્ષેપ પ્રતિ આક્ષેપ સામે જાળીલા ગામની જનતા સરકારી સુવિધા ને સુચારૂ રૂપે ઉપયોગમાં લઈ શકે તેવું ઈચ્છી રહી છે.
તસવીર:વિપુલ લુહાર,રાણપુર



