હરરાજીમાં મુહુર્તમાં રૂા ૧૭૦૧/- પ્રતિમણ ના ભાવ બોલાયા..- ખેડુતો તથા વેપારીઓને મો મોઠું કરાવતા ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણી તથા સ્ટાફ
આજરોજ સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સિઝનના નવા ચણાની આવક હાડીડા ગામના ખેડુત ભીમજીભાઇ કલ્યાણભાઇ ઘોડાદરાએ રામાણી ટ્રેડીંગના કમીશનમાં વેચવા માટે આવેલ. સિઝનના નવા ચણાની આવકના આજરોજ શ્રીગણેશ થયેલ હોય, જેનું ચેરમેનશ્રીના વરદ હસ્તે વિઘીસર પુજન કરી શ્રીફળ વઘેરીને ખેડુતો તથા વેપારીશ્રીઓનું મોં મીઠુ કરાવીને હરરાજીની શુભ શરૂઆત કરવામાં આવી અને ચણા ખરીદનાર વેપારીશ્રીઓ તેમજ યાર્ડના સેક્રેટરીશ્રી જે.વી.માલાણી તેમજ સ્ટાફગણ અને ડીરેકટરશ્રીઓની ઉ૫સ્થિતીમાં ચણા ખરીદનાર વેપારીઓમાં મુહુર્તના ચણા ખરીદવા માટે બોલીઓ બોલવામાં આવતા વેપારીશ્રી રૂદ્ર એન્ટરપ્રાઇઝ દ્વારા રૂા.૧૭૦૧/-ની ઉચી બોલી બોલીને ચણાની ખરીદ કરેલ. જેથી મુહુર્ત ના સારા ભાવ બોલાતા ખેડુતોમાં ૫ણ ખુશીનો માહોલ છવાયો હતો.
બિપીન પાંધી. સાવરકુંડલા

