ચોરવાડ સેજામાં પોષણ ઉત્સવ -૨૦૨૪ની ઉજવણી અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં.આવેલ.જેમાં શ્રી અન્ન (મીલેટ્સ), THR માંથી બનતી વાનગીઓ,તેમજ સરગવા ના પાન, શીંગ માંથી બનતી વિવિધ વાનગીઓ દ્વારા લાભાર્થીઓને તેમના પોષક મૂલ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવેલ.આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચાનાં શ્રી સ્મૃતિબેન શાહ વિરોધ પક્ષના નેતા ચોરવાડ નગરપાલિકા પૂર્વ કેતનભાઇ ચુડાસમા સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના ગુજરાત રાજ્ય સંયોજક. ચોરવાડ શહેર સુરેશભાઈ વડુકર યુવા મોરચા ભાજપના ઉપપ્રમુખ કરણભાઈ શાહ, રમીલાબેન જેઠવા, પાયલ બેન કરમટાતેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી,સીડીપીઓશ્રી, મુખ્યસેવિકાશ્રી, આંગણવાડી કાર્યકર / તેડાગર બહેનો તેમજ બહોળા પ્રમાણમાં લાભાર્થીઓએ હાજરી આપેલ.
રિપોર્ટર વિમલ રાય કુંડલીયા

