Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ ગુરુકુળ વિસ્તારમાં આવેલા શ્રીજી નગર વિસ્તારના બહેનોએ ૨૦૨૪ના  અંતિમ દિવસે કરજાળા શેલ કાંઠાના હનુમાન મંદિરે પગપાળા દર્શનાર્થે નીકળી વર્ષના અંતિમ દિવસની વેળા હનુમાનજીના ચરણોમાં વ્યતીત કરી 

સાવરકુંડલા શહેરમા પણ કરજાળા ખાતે આવેલ શેલ કાંઠાના હનુમાનજીમાં અપાર શ્રધ્ધા રાખનાર વર્ગ બહોળી સંખ્યામાં જોવા મળે છે.
સાવરકુંડલા શહેરના ગુરુકુળ પાસે આવેલ શ્રીજી નગરના બહેનો એકત્રીસ ડિસેમ્બરના રોજ કરજાળા હનુમાનજી મંદીરે ચાલીને પગપાળા દર વર્ષની જેમ આ વર્ષે પણ દર્શનાર્થે પહોંચી ગયેલ. જેમની સાથે આષીશ ભટ્ટ, રાજેશ મહેતા, કીશોરબાપુ, ભરતભાઈ તેરૈયા સાથે ગયેલાં એમ હરેશભાઈ જોષીએ એક યાદીમાં જણાવ્યું હતું.
બિપીન પાંધી સાવરકુંડલા