ટ્રાફિક સપ્તાહ નિમિત્તે
બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની ગાંધીગીરી,હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપી સન્માન કર્યુ.
બોટાદ જિલ્લા ટ્રાફિક PSI એ.એમ.રાવલે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરી.
જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકોને ગુલાબ નું ફૂલ આપીને સન્માન કરીને હેલ્મેટ પહેરવા જાગૃત કરવામાં આવ્યા હતા. બોટાદ જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ. એ.એમ.રાવલ અને ટ્રાફિક પોલીસના જવાનોએ બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ પાસે જે વાહનચાલકોએ હેલ્મેટ ન પહેરેલ હોય તેવા વાહનચાલકોને ઉભા રાખીને દંડ આપવાનાં બદલે પોલીસે ગુલાબ નું ફૂલ આપીને વાહનચાલકો નું સન્માન કરીને હેલ્મેટ પહેરવાના ફાયદાઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા ત્યારે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની ગાંધીગીરી થી વાહન ચાલકો ખુશ જોવા મળ્યાં હતા અને જિલ્લા ટ્રાફિક પોલીસ ની આ ગાંધીગીરી કામગીરી ને બીરદાવી હતી.સરકાર દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસમાં ટ્રાફિક સપ્તાહ ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે માસની ઉજવણી કરવાની છે અને વાહનચાલકો ને ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા, હેલ્મેટ પહેરવા જાગૃત કરવામાં આવશે જેના ભાગરૂપે આજે જે વાહન ચાલકોએ હેલ્મેટ નથી પહેરેલ તેવા વાહન ચાલકોને ઉભા રાખીને ગુલાબ નું ફૂલ આપીને તેનું સન્માન કરીને હેલ્મેટ પહેરવા અપીલ કરવામાં આવી હતી..
તસવીર:વિપુલ લુહાર,બોટાદ



