Gujarat

શ્રી દધિચી શૈક્ષણિક સંકુલ ગડુ(શેરબાગ)ના આંગણે 32મો વાર્ષિક ઉત્સવ “સુરસરગમ” ની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ

માળિયા(હા) તાલુકાના ગડુ(શેરબાગ) મુકામે આવેલ શ્રી દધિચી શૈક્ષણિક સંકુલમા અભ્યાસ કરતા કે.જી.થી પી.જી.સુધીના બાળકો દ્વારા સંકુલના પટાંગણમાં “સુરસરગમ” થીમ ઉપર ૩૨મો વાર્ષિક ઉત્સવની ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે ગુજરાતના ખ્યાતનામ સિંગર શ્રી હેમંત જોષી દ્વારા સૂરસંધ્યા થીમ આધારીત પોતાની આગવી શૈલીમા દેશભક્તિ ગીત અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ગીતો રજૂ કરી શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યાર બાદઆ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.ત્યાર બાદ સંસ્થાના પ્રમુખ શ્રીમાન અરજણભાઈ ચારિયા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં⁰ આવ્યું હતું અને આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત સમગ્ર ગુજરાતમાં મોટીવેશન ક્ષેત્રે જેમનું આગવું સ્થાન છે
એવા અશોકભાઈ ગુજજર દ્વારા “સ્વપ્નનો સંખનાથ” ટાઇટલ સાથે ધોરણ-૧૦ અને ૧૨ માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી અને એમના વાલીઓ માટે પરીક્ષામાં સફળતા મેળવવા માટે નો મંત્ર આપતો ખૂબ સુંદર મોટીવેશન સેમિનાર રજૂ કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ સંસ્થાના બાળકો દ્વારા તૈયાર કરેલી વિવિધ કૃતિઓની સાનદાર રજુવાત કરવામાં આવી હતી.અને સર્વધર્મ સમભાવનો સંદેશો આપ્યો હતો,આ કાર્યક્રમમાં ઉપસ્થિત સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, માળિયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ચુડાસમા, ગડુ ગામના પ્રથમ નાગરીક બાબુભાઈ (બાદલ)મોકરીયા, ઉના તાલુકા પંચાયત પ્રમુખ એભાભાઈ મકવાણાં, દેવેન્દ્રભાઈ સોલંકી,પ્રો.ડૉ.જીવાભાઈ વાળા, ડૉ.રમેશભાઈ માલમ. ડૉ.પ્રકાશભાઈ માલમ, ડૉ.કાનજીભાઈ માલમ, ડૉ.કલ્પના ચુડાસમા, ચોરવાડ પોલિસ સ્ટેશનના પી.આઈ.શ્રી મંધરા સાહેબ તેમજ શાળાના સંચાલકો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એમના વાલીશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. સંસ્થાનો આ ૩૨મો વાર્ષિક મહોત્સવ પ્રસંગે સંસ્થાના નિયામક પરાગભાઈ દ્વારા દ્વારા પોતાના પ્રવચનમાં જણાવ્યુ હતું કે સંસ્થા દ્વારા હંમેશા વિદ્યાર્થીના હિતાર્થે જ્ઞાન સાથે ગમ્મત અને શિસ્ત,શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરવામાં આવી રહ્યું છે મેનેજમેન્ટ દિવ્યાબેન દ્વારા જણાવ્યુ હતું કે આ સુરસરગમ” રંગારંગ કાર્યક્રમની તૈયારી માત્ર ૮ દિવસ થી થઈ રહી હતી અને અમારા આ વિદ્યાર્થીઓ દ્વારા અદ્ભૂત પર્ફોમન્સ આપવામાં આવ્યું અને આપ સર્વે ને જ્ઞાન સાથે ગમ્મત આપ્યું એ બદલ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.આ સંસ્થા દ્વારા સંલગ્ન શ્રી કર્મયોગી કોલેજ ગડુના વિદ્યાર્થીઓ કે જેઓ નેશનલ કક્ષા એ રમત ક્ષેત્રે ગયેલા જેમાં વોલીબોલ(ભાઈઓ) અને વેઇટલિફટંગ ૫૦ કેજી રમતો ના વિદ્યાર્થીઓને અને એમના કોચ શ્રી જયેશભાઇ બારિયાનું સંસ્થાના પ્રમુખશ્રી દ્વારા મેડલ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ભાવેશભાઈ સોલંકી અને કરમણભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે સંસ્થામના મંત્રી શ્રીમતી નીલાબેન નો જન્મ દિવસ ની ઉજવણી ઉમંગ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી અને અંતમાં કાર્યક્રમની આભારવિધી સંસ્થાના કેમ્પસ ડિરેક્ટર ગોવિંદભાઈ ચારિયા દ્વારા જણાવ્યુ હતું કે આ સંસ્થા એ ગ્રામ્ય પરિધાન સાથે સંકળાયેલી શાળા છે અને આ શાળામાં મધ્યમ અને ગરીબ પરિવારના બાળકો અભ્યાસ કરી રહ્યા છે શાળા દ્વારા શક્ય એટલી સહાય કરવામાં આવી રહી છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફનો અને ખાસ પધારેલા વાલીશ્રી અને સમગ્ર મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો..
વિનુભાઇ મેસવાણીયા માંગરોળ