Gujarat

રાધનપુર અને હારીજ નગરપાલિકામાં પ્રથમવખત અનુસૂચિત આદિજાતિની મહિલા કોર્પોરેટર બનશે

ત્રણ પાલિકાના 76 સદસ્યોમાં 38 સદસ્યો મહિલા બેઠક… ચાણસ્મા નગરપાલિકાની બેઠક ફાળવણી..

ગુજરાતમાં પાલિકા અને પંચાયતોની યોજાનારી ચૂંટણીઓના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે ચાણસ્મા હારિજ રાધનપુર નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે જેની બેઠક ફાળવણી નક્કી થઈ ગઈ છે જેમાં ત્રણ પાલિકાના 76 સદસ્યોમાં 38 સદસ્યો મહિલા બેઠક છે જેમાં હારિજ અને રાધનપુર નગરપાલિકામાં પ્રથમવાર સ્ત્રી અનુસૂચિત આદિજાતિની બેઠક ફાળવતા પ્રથમ મહિલા કોર્પોરેટર બનશે.ચાણસ્મા નગરપાલિકામાં ભાજપ, હારિજ નગરપાલિકામાં ભાજપ અને રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા ઉપર છે ત્યારે આગામી દિવસોમાં પાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસના સદસ્યો બનવા અને સત્તા ઉથલપાથલ કરવા ત્રણે નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે. દરેક નાગરિક ની નજર ચૂંટણી ઢંઢેરો જાહેર થાય એટલે કયા વોર્ડમાં કઈ બેઠક આવી છે બેઠકની કેટેગરી આધારે રાજકારણીઓ રણનીતિ કરતા હોય છે.
આગામી સમયમાં યોજાનાર ચૂંટણીમાં પ્રથમવાર સ્ત્રી અનુસૂચિત આદિજાતિની બેઠક ફાળવાઇ:
રાધનપુર નગર પાલિકાની બેઠક ફાળવણી-
વોર્ડ),(પહેલી બેઠકની ફાળવણી સ્ત્રી અનામત),(બીજી બેઠકની ફાળવણી સ્ત્રી અનામત),(ત્રીજી બેઠકની ફાળવણી અનામત કે બિનઅનામત),(ચોથી બેઠકની ફાળવણી અનામત કે બિન અનામત
1,પછાતવર્ગ,સામાન્ય,પછાતવર્ગ,સામાન્ય
2, સામાન્ય,સામાન્ય,પછાતવર્ગ,સામાન્ય
3, પછાતવર્ગ,સામાન્ય,સામાન્ય,સામાન્ય
4, અનુસુચિત જાતિ, સામાન્ય,પછાતવર્ગ,સામાન્ય
5,પછાતવર્ગ,સામાન્ય,અનુસુચિત જાતિ,સામાન્ય
,પછાતવર્ગ,સામાન્ય,સામાન્ય,સામાન્ય
7,અનુસુચિત આદિજાતિ, સામાન્ય, પછાતવર્ગ, સામાન્ય
હારિજ નગર પાલિકાની બેઠક ફાળવણી:-
(વોર્ડ),(પહેલી બેઠકની ફાળવણી સ્ત્રી અનામત),(બીજી બેઠકની ફાળવણી સ્ત્રી અનામત),(ત્રીજી બેઠકની ફાળવણી અનામત કે બિનઅનામત),(ચોથી બેઠકની ફાળવણી અનામત કે બિન અનામત )
1,પછાતવર્ગ,સામાન્ય,અનુસુચિત જાતિ,સામાન્ય
2, અનુસુચિત જાતિ,સામાન્ય,પછાતવર્ગ,સામાન્ય
3, પછાતવર્ગ,સામાન્ય,સામાન્ય,સામાન્ય
4, પછાતવર્ગ, સામાન્ય,સામાન્ય,સામાન્ય
5,અનુસુચિત આદિજાતિ,સામાન્ય,પછાતવર્ગ, સામાન્ય
6,સામાન્ય,સામાન્ય,પછાતવર્ગ,સામાન્ય
(વોર્ડ) ,(પહેલી બેઠકની ફાળવણી સ્ત્રી અનામત),(બીજી બેઠકની ફાળવણી સ્ત્રી અનામત),(ત્રીજી બેઠકની ફાળવણી અનામત કે બિનઅનામત),(ચોથી બેઠકની ફાળવણી અનામત કે બિન અનામત )
1,અનુસુચિત જાતિ,સામાન્ય,પછાતવર્ગ,સામાન્ય
2, અનુસુચિત જાતિ,સામાન્ય,પછાતવર્ગ,સામાન્ય
3, પછાતવર્ગ,સામાન્ય,અનુસુચિત જાતિ,સામાન્ય
4, સામાન્ય, સામાન્ય,પછાતવર્ગ,સામાન્ય
5,પછાતવર્ગ,સામાન્ય,સામાન્ય,સામાન્ય
6,પછાતવર્ગ,સામાન્ય,સામાન્ય,સામાન્ય
જિલ્લો : પાટણ  તાલુકો : રાધનપુર  રિપોર્ટર : અનિલ રામાનુજ રાધનપુર