Gujarat

કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના નળવાણીયા ગામે રોડ ઉપરથી સ્કોડા ફોર વ્હીલર માંથી કિ.રૂ.૩,૩૪,૮૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ.
જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના આપેલ જે અતંર્ગત એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે એક સફેદ કલરની સ્કોડા કંપનીની લોરા ફોર વ્હીલર ગાડી આર.ટી.ઓ.રજી.નંબર GJ-05-CN-7075 ની ડેકીમાં ભારતીય બનાવટનો વગર પરમીટે વિદેશી દારુ ભરી કવાંટ તરફથી નસવાડી આવે છે.
તેવી બાતમી હકીકત મળતાં મોજે ખાંડણીયા ગામે હાઇવે રોડ ઉપર નાકાબંધીમાં હાજર હતા અને થોડો વખત વોચમાં રહ્યા બાદ બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળી ફોરા વ્હીલ ગાડી કવાંટ તરફથી આવતા તેને હાથ વડે ઉભી રાખવા ઇશારો કરતા સદર ગાડીના ચાલકે પોતાના કબ્જાની ફોર વ્હિલ ગાડી લઇને ખાંડણીયાથી અંદરના રસ્તે ભાગવા લાગેલ જેથી તેનો પીછો કરતા તેણે પોતાના કબ્જાની સ્કોડા કંપનીની લોરા ફોર વ્હીલર ગાડી નળવાંટ ગામ પાસે રોડની સાઈડમાં ઉતારી પોલીસને જોઇને ગાડી મુકી નાશી ગયેલ અને પકડાયેલ ગાડીની પાછળની ડીકીમા જોતા તેમા ભારતીય બનાવટના વિદેશી દારુ બિયરની ખાખી કલરની પેટીઓ તેમજ છુટા બોટલો ભરેલ હોય જે તપાસતા તેમાં કુલ નંગ-૨૪૦ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૩,૩૪,૮૦૦/- નો મુદામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ સ્કોડા કંપનીની લોરા ફોર વ્હીલર ગાડી પકડી પાડેલ હોય જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કવાંટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર