Gujarat

છોટાઉદેપુર તથા પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર માથી ચોરાયેલ મોટરસાયકલોને પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી આરોપીઓ તથા મો.સા.ને કબજે કરી ગુનો ડિટેકટ કરતી ઝોઝ પોલીસ

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છો.ઉ ડિવીઝન,છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા વાહન ચેકીંગ તેમજ પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોઈ જેથી એ.સી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ પો.સ્ટે. તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીગમાં હતા
ત્યારે ચોકકસ બાતમી હક્કીકત મળેલ કે નંબર પ્લેટ વગરની બે મો.સા. લઈ કોઈ અજાણ્યા ઈસમો માલુ ગામથી ભીલપુર ગામ તરફ આવતા હોઈ જે બાતમી હક્કીકત આધારે ભીલપુર ગામે માલુ ફાટક પાસે આવતા માલુ ગામ બાજુથી એક કાળા કલરની લાલ પટ્ટા વાળી હોન્ડા કંપનીની સાઈન મોટર સાઈકલ લઈ એક ઈસમ તથા બીજી એક વાદળી કલરની ૧૫૦ સી.સી.ની બજાજ કંપનીની પલ્સર મોટર સાઈકલ ઉપર એક ઈસમ આમ બન્ને મો.સા. આગળ-પાછળ નંબર પ્લેટ વગરની આવતા તેઓને હાથ વડે રોકવાનો ઇસારો કરતા સદર બન્ને મો.સા.ના ચાલક પુરઝડપે હંકારી ચલાવી ભાગવા લાગેલ જેથી તેઓનો પીછો કરી ભીલપુર ગામથી ચોરવાણા ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપર કોર્ડન કરી પલ્સર મોટર સાઈકલ સાથે એક ઈસમને પકડી પાડી અને થોડે આગળ જતા સાઈન મોટર સાઈકલ સાથે એક ઈસમને પકડી પાડી પલ્સર મો.સા. ચાલક દિનેશભાઈ કચાભાઈ તોમર ઉ.વ૨૩ રહે.નાની વડોઈ હોળી ફળીયા તા.કઠ્ઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાઓની પાસેથી કબજે કરેલ પ્લસર મો.સા.નો ચેસીસ નંબર MD2A11CZ8GRH15483 તથા એન્જીન નંબર DHZRGH65863 ની કિ.રૂ.૩૦,૦૦૦/- ની ગણી તેને સદરી મો.સા.ના એન્જીન તથા ચેસીસ નંબર ઉપરથી પોકેટકોપ મોબાઇલથી વાહન સર્ચ કરતા સદર મો.સા.નો રજી નંબર GJ-17-BE-5322 નો હોવાનું જણાય આવેલ જેના માલીક તરીકે પંડ્યા પામ્મી અમરતભાઈ રહે.માધવવાડી ભટવાડ તલાવ રોડ ગોધરા પંચમહાલ નાઓ હોવાનું જણાય આવેલ જેથી સદર મો.સા.ને સદરી ઇસમે ચોરી કે કોઇ છળકપટની મેળવેલ હોવાનો પાકો શક વહેમ પડતા સદરી વાહન માલીક ના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરી તેઓની મોટર સાયકલ બાબતે પુછતા સદરી વાહન માલીક નાઓ સદર મો.સા. ગોધરા ખાતેથી ચોરી થયેલ હોવાનું જણાવેલ અને સાઈન મો.સા ચાલક દેવલાભાઈ બચલાભાઈ નાયકા (ડોડીયા) ઉ.વ૨૮ રહે.નાની વડોઈ હોળી ફળીયા તા.કઠ્ઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાઓની પાસેથી કબજે કરેલ સાઈન મો.સા. નો ચેસીસ નંબર ME4JC65BCJT020946 તથા એન્જીન નંબર JC65ET2055714 ની કિ.રૂ.30,000/- ની ગણી તેને સદરી મો.સા.ના એન્જીન તથા ચેસીસ નંબર ઉપરથી પોકેટકોપ મોબાઇલથી વાહન સર્ચ કરતા સદર મો.સા.નો રજી નંબર GJ-34-D-6429 નો હોવાનું જણાય આવેલ જેના માલીક તરીકે મુકેશભાઈ લલ્લુભાઈ વસાવા રહે, વડીયા તા,સંખેડા જી.છોટાઉદેપુર નાઓ હોવાનું જણાય આવેલ જેથી સદર મો.સા.ને સદરી ઇસમે ચોરી કે કોઇ છળકપટની મેળવેલ હોવાનો પાકો શક વહેમ પડતા સદરી વાહન માલીકના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરતાં સદરી વાહન માલીક નાઓએ સદર મો.સા
છોટાઉદેપુર ખાતેથી ચોરી થયેલ જે અંગે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુ.ર.નં.11184002241239/2024 બી.એન.એસ.એસ. કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો નોંધાયેલ હોવાનુ જેથી સદર કાળા કલરની લાલ પટ્ટા વાળી હોન્ડા કંપનીની સાઈન મોટર સાઈકલ તથા વાદળી કલરની ૧૫૦ સી.સી.ની બજાજ કંપનીની પલ્સર મોટર સાઈકલો ઉપરોકત આરોપીઓએ છોટાઉદેપુર તથા ગોધરાખાતેથી ચોરી કરેલ હોઈ જેથી તેઓના વિરૂધ્ધ બી.એન.એસ કલમ.૧૦૬ મુજબ મો.સા. કબજે કરી સદર પકડાયેલ ઇસમ વિરૂદ્ધ બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન, તથા પંચમહાલ જીલ્લાના ગોધરા એ ડિવીઝન પોલીસ સ્ટેશનના ગુનાના કામે સોપવા તજવીજ કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર