સા.કુંડલાના આંબરડી ગામે મોડીરાત્રે શ્વાન પરિવાર અને ગાયો લોકોએ કરેલ તાપણાં નજીક બેસી ઠંડી ઉડાડતા જોવા મળ્યા
અમરેલી જિલ્લા સહિત રાજ્યભરમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થતાં જનજીવન ઉપર સીધી અસર વર્તાઈ રહી છે, ચાર દિવસ સુધી ઠંડીમાં ઘટાડો નોંધાતા લોકોમાં ભારે રાહત હતી પરંતુ ચાર દિવસના બ્રેક બાદ ફરી ઠંડી શરૂ થતાં માનવ જીવ સાથે પશુઓ પણ ધ્રુજી ઉઠ્યા છે. સાવરકુંડલાના આંબરડી ગામે લોકો રાત્રે તાપણાં કરી ઠંડીથી બચી રહ્યા છે.
લોકો એ કરેલ તાપણાંમાં મોડી રાત્રે ગાયો અને શ્વાન પરિવાર તાપણાં નજીક બેસી સૂસવાટા મારતાં પવન સાથે કડકડતી ઠંડીથી બચવા જાણે પ્રયાસો કરી રહ્યા હોય તેવું દૃશ્ય જોવા મળ્યું હતું. લોકો સાથે પશુઓનો પણ આ પ્રકારે ઠંડીથી બચવા તાપણું કરવાનો નિત્યક્રમ બની ગયો છે.એમ સુભાષ સોલંકી આંબરડીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા

