હવે જયંતીભાઈ લાવી રહ્યા છે તેની આરોગ્યવર્ધક ડ્રાય ફ્રુટ મિશ્રિત દેશી ગોળ..
ખોડિયાર મંદિર નેસડીના લવજીબાપુએ પણ આવી દેશી પધ્ધતિથી બનતી ડ્રાય ફ્રુટ ગોળ જેવી ખાદ્ય પદાર્થો આરોગીને શારિરીક રીતે સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ પાઠવી હતી
આ અગાઉ પણ સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામના પ્રગતિશીલ ખેડૂત જયંતીભાઈ ચાંદગઢીયાની તેમની દેશી ગોળ ઉત્પાદનની વાત કરી ચૂક્યા છીએ . હવે આ ભૂમિપુત્ર જયંતીભાઈ ચાંદગઢીયા એક નવા અભિગમ સાથે ડ્રાય ફ્રુટ ગોળ બનાવવાનો પ્રારંભ ગતરોજ તારીખ ૬-૧-૨૫ના રોજ ખોડિયાર મંદિર નેસડીના લવજીબાપુના આશીર્વાદ અને ઉપસ્થિતમાં કર્યો હતો. આમ હવે સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં રહેતાં લોકોને દેશી ડ્રાયફ્રુટ ગોળ મળશે.

આમ પણ દવામાં પૈસા ખર્ચવા એ કરતાં સ્વાસ્થવર્ધક ગોળ જેવા ખાદ્ય પદાર્થો આરોગીને શારિરીક રીતે સ્વસ્થ રહી શકીએ ખરા એ સંદેશ કરજાળા મુકામે ખોડિયાર મંદિર નેસડીના લવજીબાપુએ જણાવ્યું હતું… અને ખાસ વિશેષ વાત કરીએ તો જયંતીભાઈ ચાંદગઢીયાએ છેલ્લા ચાલીસ વર્ષ દરમિયાન અનેક સંઘર્ષના સામના કર્યાં છે
પરંતુ પોતાની પ્રોડક્ટ એટલે કે દેશી ગોળની ક્વોલિટી સાથે ક્યારેય બાંધછોડ કરી નથી અનેક

કસોટી કાળમાં પણ નિષ્ઠા અને પ્રામાણિકતા અને મહેનત એ જ જીવનના ધ્યેય સાથે જ જીવન વ્યતીત કરતાં જોવા મળે છે.. હા, હિંમત હાર્યા વગર સતત પુરૂષાર્થ કરતાં રહેવું એ જ એનો જીવનમંત્ર છે. હાલના સંજોગોમાં ગોળ ઉત્પાદન કરવા માટેના લેબર વર્ક માટે પણ ખાસ્સી મહેનત કરવી પડે છે.

પરંતુ ઈશ્ર્વર કૃપાથી એમને તેમની કૂનેહ અને કર્મચારીઓ પ્રત્યે સદભાવના કારણે તેમને મહેનતું અને નિષ્ઠાવાન કારીગરો પણ મળી રહે છે. હા, અને જેટલું ઉત્પાદન થાય છે એ તમામ ગોળ ચપોચપ વેચાઈ પણ જાય છે જે તેના ગોળની ગુણવત્તાનું પ્રમાણપત્ર છે.
બિપીન પાંધી સાવરકુંડલા

