રાજકોટ નજીકના ઈશ્વરિયા ખાતે ઉકાણી પરિવાર દ્વારા ત્રિદિવસીય મનોરથનું આયોજન કરાયું છે. જેનો પ્રારંભ મંગળવારે થયો હતો. મનોરથ દરમિયાન ભક્તો નાથદ્વારાના સમયે શ્રીનાથજીના આઠે-આઠ સમાની ઝાંખી કરી શકશે. તેમજ મંગળવારે ઠાકોરજી સમક્ષ 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી ભક્તો દર્શન માટે પધાર્યા હતા. તસવીર: પ્રકાશ રાવરાણી

