જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે બસના પાર્કિંગ નજીક કચરામાં આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. ફાયરના જવાનોએ દોડી જઇ આગ બુઝાવી હતી. જામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પાસે રોડની એક બાજુ બસના પાર્કિંગ કરવામાં આવે છે.
આ બસના પાર્કિંગ નજીક સોમવારે રાત્રીના 2 વાગ્યાની આસપાસ હોર્ડીગસ નીચે કચરાના ઢગલા માં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. જે સ્થળે આગ લાગી હોય ત્યાંથી બસ અને બેનર હોર્ડિંગ નજીક હોય અફડાતફડી મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયરના જવાનોએ દોડી જઇ આગ બુઝાવી હતી.

