Gujarat

રાવળીયાવદરના ગ્રામજનોનું રેતી ચોરી બંધ કરવા મામલતદારને આવેદન

ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામજનો દ્વારા મામલતદારને રેતીના વોશ પ્લાન્ટ બંધ કરવા આવેદન આપ્યું હતું. અત્યાર સુધીમાં શું સ્થાનિક તંત્ર ઘોર નિદ્રામાં? સ્થાનિક તંત્ર દ્વારા ગેરકાયદે રેતી વોશ પ્લાન્ટ બંધ કરવાની કામગીરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે ખરી ? ખનીજ માફીયાઓ ખનીજ ચોરીને લઈને બન્યા માલામાલ ? સહિતના સવાલો ખડા થયા છે.

ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગ્રામજનો મામલતદાર કચેરીએ દોડી ગયા હતા. ખનીજ ચોરી અટકાવવા માટે આવેદન આપ્યું હતું. ધ્રાંગધ્રા મામલતદારને લેખિત જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી રાવળીયાવદર ગામમાં ખોડીયાર માતાજીના મંદિર તરફ જવાના રસ્તા પર ખનીજ ચોરી થાય છે. આથી ગેરકાયદે રેતીના વોચ પ્લાન્ટ બંધ કરાવવા માટે ગ્રામજનો દ્વારા માગ ઊઠી હતી.

રાવળીયાવદર ગામના સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ખનીજ ચોરી બંધ કરાવવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. હવે સ્થાનિક તંત્ર દ્વારા ગેરકાયદે રેતીના વોશ પ્લાન્ટ બંધ થાય છે કે નહીં એ જોવાનું રહ્યું ?

જ્યારે કહી શકાય કે ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરીમાં માલામાલ બન્યા અને સ્થાનિક તંત્રને લેખિતમાં જાણ કરવાથી ગેરકાયદે રેતીના વોશ પ્લાન્ટ બંધ કરાવી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે નહીં ? સહિતના સવાલો ગ્રામજનોમાં ઊઠ્યા હતા.