Gujarat

બાંટવા ડેપો માટે નવી બસ સેવાઓ શરૂ કરવા અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણીની માંગ

બાંટવા શહેર અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ માટે સારી પરિવહન સેવા પુનઃપ્રાપ્ત કરવા અને નવી બસ સેવાઓ શરૂ કરવી જરૂરી છે. ગત કેટલાક સમયથી, બાંટવા ડેપોમાંથી અનેક બસ રુટ બંધ કરાયા છે, અને લાંબા અંતરના મુસાફરો માટે બાંટવા ડેપોમાં *એક પણ સ્લીપર બસ* ની સેવા ઉપલબ્ધ નથી.
બાંટવા ડેપોમાંથી શરુ કરવા માટેની મંગાયેલા નવા રૂટ:
1. બાંટવા થી ઘોડાદર
2. બાંટવા થી અંબાજી
3. બાંટવા થી ઉના (ડાયરેક્ટ સર્વિસ)
4. બાંટવા થી અમરેલી (મોર્નિંગ સર્વિસ)
5. બાંટવા થી અમદાવાદ (મોર્નિંગ સર્વિસ)
6. બાંટવા થી ગણા (નાઈટ સર્વિસ)
7. બાંટવા થી સુરત (સ્લીપર સર્વિસ)
8. બાંટવા થી અમદાવાદ (સ્લીપર સર્વિસ)
9. બાંટવા થી કચ્છ (સ્લીપર સર્વિસ)
   10. બાંટવા થી જામનગર
આ નવા રૂટ લોકો માટે વધુ સુવિધા અને કનેક્ટિવિટી પૂરી પાડશે. ખાસ કરીને, સ્લીપર બસ સેવાઓ લાંબા અંતરના મુસાફરો માટે આરામદાયક પ્રવાસનો વિકલ્પ પૂરો પાડશે.
આ મુદ્દાને ધ્યાનમાં રાખીને GSRTC બાંટવા ડેપોના મેનેજર અને એમ.ડી.GSRTC, પ્રાદેશિક પ્રબંધક રાજકોટ, પરિવહન મંત્રી અને કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ નેઆ નવી બસ સેવાઓ શરૂ કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, રાણાભાઇ કોડીયાતર અને નારણભાઈ ચૌહાણ દ્વારા વિનંતી કરવામાં આવી છે.
તસવીર અહેવાલ જીજ્ઞેશ પટેલ માણાવદર