જેતપુર
એક સમયે જેતપુર શહેરને વિશ્વભરમાં પ્રખ્યાત કરનારો સાડી ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણપાપીઓના પ્રતાપે માથાના દૂ:ખાવારૂપ બની રહ્યો છે. કારખાનાઓ દ્વારા થતાં બેફામ પાણી પ્રદૂષણને રોકવા હાઇકોર્ટ દ્વારા અનેક વખત સરકાર અને કારખાનેદારોને ફટકાર લગાવવામાં આવી છે. પ્રદુષણ નિવારણ બોર્ડ દ્વારા પણ અનેક આકરા નિયમો લાગુ કરાયા છે. પરંતુ ભષ્ટ્ર સ્ટાફ અને કારખાનેદારોની મિલીભગતથી જેતપુરમાં હજુ પણ પ્રદૂષણની સમસ્યા યથાવત રહેવા પામી છે.
જેતપુર શહેરના આસપાસમાં ધમધમતા અસંખ્ય કારખાનાઓ દ્વારા તેમનું પ્રદુષિત પાણી નદી,વોંકળા, નાળાઓમાં છોડી દેવામાં આવે છે. શહેરના દેરડી જવાના રોડ પાસેના કારખાનેદારો દ્વારા પ્રદૂષણનું પાપ છુપાવવા માટે હવે ભૂગર્ભ ગટરનો માર્ગ અપનાવ્યો છે. જાણે કોઈ ભૂગર્ભ ઝરણું વહેતુ હોય તેટલું પાણી ભૂગર્ભ ગટર મારફતે ઉભરાતું રહે છે.જેના કારણે જેતપુરની ઐતિહાસિક ઓખળ સમાન ભાદર નદીના વરસાદના કારણે ચોખ્ખા થયેલા પાણીને ફરી પ્રદુષિત થઈ રહ્યા છે.
ભાદરના પાણી પ્રદુષિત કરવાની હોડ જામી હોય તેમ નદીમાં ઠેરઠેરથી ભૂગર્ભ ગટર દ્વારા પ્રદુષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. પ્રદૂષણ માફિયાઓએ જાણે નવી તરકીબ શોધી કાઢી હોય તે રીતે કારખાનાઓનું તેમનું પ્રદુષિત પાણી ભૂગર્ભ ગટરની લાઈન દ્વારા ભાદર નદી સુધી પહોંચી રહ્યું છે. નગરપાલિકાની ભૂગર્ભ ગટરમાં ગેરકાયદેસર કનેક્શન જોડીને કારખાનાદારે દ્વારા તેમાં પ્રદુષિત છોડી દેવામાં આવી રહ્યું છે. આ પાણીનો જથ્થો એટલી મોટી માત્રામાં છોડવામાં આવી રહ્યો છે કે જાણે કોઈ ઝરણું વહેતુ હોય.
આ પ્રદુષિત પાણી જે ખેતરોમાંથી પસાર થાય તે ખેતરોને જમીન પણ રણ સમાન બનાવી દીધા હોવાનો ખેડૂત અગેવાનને આક્ષેપ કર્યા છે. આ મુદ્દે ખેડૂતોએ પ્રદુષણ બોર્ડ કચેરીમાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં બોર્ડના સ્ટાફ દ્વારા ક્યારેય કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. જેથી આ ભૂગર્ભ ગટર દ્વારા છોડતા પ્રદુષિત પાણીમાં પ્રદુષણ બોર્ડના અધિકારીઓની મિલીભગત હોવાનો આક્ષેપ ઉઠવા પામ્યો છે.
જયારે આ પ્રદુષણ ડામવાની જેમની જવાબદારી છે તે ડાઇંગ પ્રિન્ટિંગ એસોસીએશનના હોદેદારો બધું જાણતા હોવાછંતા પણ આંખ આડા કાન કરતા હોવાનું પણ આક્ષેપ થવા પામ્યો છે.ખુદ એસો.ના પ્રમુખ જયંતિભાઈ રામોલીયાનું કારખાનું જ્યાં આવેલું છે તે વાસુકી ઉધોગ નગરના માર્ગો પર પ્રદુષિત પાણીનો બેફામ ફેલાવો જોવા મળે છે. જેતપુર-રાજકોટ હાઈવે પર આવેલ એક બેઠા નાલુ પણ પ્રદુષિત પાણીથી બંધ કરી દેવાયુ છે.જેથી,રામોલીયા સહિતના હોદેદારોની પ્રદુષિત પાણી મુદે કેવું વલણ હશે? તેનો ખ્યાલ આવી જાય છે.
હરેશ ભાલીયા જેતપુર


