Gujarat

તાલુકા કક્ષાના ખેલમહાકુંભમાં  અંડર – 11 ચેસની સ્પર્ધામાં તાલુકા શાળાનો વિદ્યાર્થી પ્રથમ નંબરે

રમત ગમતએ શારીરિક ક્રિયા- પ્રતિક્રિયાનું એક રૂપ છે .કે જેમાં ખેલાડીઓ વિવિધ રમતોમાં આપસમાં મનોરંજન અને ઇનામ માટે સ્પર્ધા કરે છે. રમતગમત શરીરની તંદુરસ્તી અને માનસિક શક્તિમાં વધારો કરે છે .ગુજરાત સરકાર રમત-ગમતને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે.જેના અનુસંધાને દર વર્ષેની જેમ આ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરેલ છે.
જેના અંતર્ગત આજરોજ તારીખ ૯-૧-૨૫ના રોજ સાવરકુંડલાની બ્રાન્ચ શાળા નંબર ૯ ખાતે તાલુકા કક્ષાની ચેસની સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં સાવરકુંડલાની સરકારી શાળા તાલુકા શાળાનો વિદ્યાર્થી પરમાર રુદ્ર અંડર – 11 ચેસની સ્પર્ધામાં ભાગ લીધો જેમાં તેમનો પ્રથમ નંબર આવ્યો હતો.રાજ્ય સરકાર દ્વારા તાલુકામાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીને  ૧૫૦૦ રૂપિયા ઈનામ જાહેર કરેલ છે.આ તકે શાળાના આચાર્યશ્રી તેમજ માર્ગદર્શક શિક્ષક હિતેશભાઈ જોષી,અલ્પેશભાઈ તેમજ શાળા પરિવારે પરમાર રુદ્રને જિલ્લા કક્ષા માટે  શુભેચ્છાઓ આપેલ છે.
બિપીન પાંધી સાવરકુંડલા