Gujarat

કાણકિયા કોલેજ ખાતે ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું

કાણકિયા કોલેજ ખાતે ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે તારીખ 11 જાન્યુઆરી સોમવારના રોજ ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ યોજાઇ હતી.
આ ટુર્નામેન્ટમાં કોલેજની જુદી જુદી ટીમોએ ભાગ લીધો હતો. અને T.Y.B.COM. અને F.Y.B.A. ની ટીમ ફાઇનલમાં પહોંચી હતી.
આ તકે સાવરકુંડલા લીલીયા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેમની સાથે અન્ય રાજકીય, સામાજિક આગેવાનો જોડાયા હતા. માનનીય ધારાસભ્યશ્રીએ ટોસ ઉછાળ્યો અને T.Y.B.COM.ની ટીમ ટોસ જીતી અને બેટિંગ સ્વીકાર્યું હતું. ત્યારબાદ ખૂબ જ સરસ રીતે રસાકસી ભર્યો મેચ આ બે ટીમ વચ્ચે થયો હતો. માનવંતા મહેમાનો, કોલેજ સ્ટાફગણ તેમજ કોલેજના વિદ્યાર્થીઓએ મેચ નિહાળ્યો હતો. નિરવભાઈ બોરીસાગર તથા સુજલભાઈ કનાલાએ અમ્પાયર તરીકેની સેવાઓ આપી હતી.
કોલેજના અધ્યાપક શ્રીહૈદરખાન પઠાણે ખૂબ જ રસતરબોળ એવી લાઈવ કોમેન્ટ્રી કરી અને મેચની લહેજત વધારી હતી.
અંતમાં T.Y.B.COM. ની ટીમ વિજેતા જાહેર થઈ અને F.Y.B.A.ની ટીમ રનર્સ અપ જાહેર થઈ.
તેમને કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. રવિયા સાહેબ તથા રમતગમત કમિટીના અધ્યક્ષશ્રી અર્જુનસિંહ પરમાર દ્વારા શિલ્ડ અર્પણ કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
કોલેજના તમામ અધ્યાપકશ્રીઓ તેમજ નોનટીચિંગ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

IMG-20250112-WA0027-1.jpg IMG-20250112-WA0028-0.jpg