Entertainment

હિન્દી તો લેડીઝની ભાષાઃ યુવરાજ સિંહના પિતાએ ઉડાવી મજાક તો મનોજ મુંતશિરે આપ્યો જવાબ

ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ઘણા નિવેદનો આપ્યા હતા, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયા હતા. ઇન્ટરવ્યૂમાં યોગરાજે ક્રિકેટ પિચથી લઈને પોતાના અંગત જીવન અંગે ઘણી વાતો કરી હતી. આ દરમિયાન તેમણે હિન્દી ભાષા અંગે ઘણી અભદ્ર ટિપ્પણીઓ કરી હતી જેના કારણે હિન્દી જગતના કવિઓમાં ઘણો રોષ છે.

ત્યારે હવે પ્રખ્યાત કવિ અને રાઇટર મનોજ મુંતશિરે તેમને જવાબ આપ્યો અને તેમણે ‘યોગરાજને એક રોગી ગણાવી દીધા અને કહ્યું કે, તેમને સારવારની જરૂર છે.’ યોગરાજે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હિન્દી ભાષા એવી લાગે છે જાણે કોઈ મહિલા બોલી રહી હોય. આ ભાષામાં ‘જીવ’ જ નથી. જ્યારે મહિલા બોલે છે ત્યારે ઠીક લાગે છે, પણ જ્યારે પુરુષ બોલે છે ત્યારે એવું લાગે છે કે, તે શું બોલી રહ્યો છે, તે કેવો પુરુષ છે? પોતાની માતૃભાષા પંજાબીને પ્રમોટ કરતાં તેમણે કહ્યું કે, પુરુષોની ભાષા તો પંજાબી છે, ‘કી હાલ હે ભાઈસાહેબ’. હિન્દી ભાષા સાંભળ્યા પછી તે બેજાન લાગે છે.

એટલું જ નહીં યોગરાજ અહીં જ ન અટક્યા તેમણે હિન્દી ભાષાની ખોટી-ખોટી નકલ પણ કરી હતી. હિન્દી જગતના પ્રખ્યાત કવિ અને બોલિવૂડ રાઇટર મનોજ મુંતશિરે કહ્યું કે, યુવરાજ સિંહે દેશનું નામ ઊંચું કર્યું છે, પરંતુ તેમના પિતા યોગરાજ સિંહ નીચતામાં પોતાનું નામ બનાવવા માટે નીકળ્યા છે. સાંભળો આ જાહિલ વ્યક્તિને તે કહી રહ્યા છે કે, પુરુષોની ભાષા પંજાબી છે અને મહિલાની ભાષા હિન્દી છે.

દુનિયાની ત્રીજી સૌથી મોટી ભાષા અને આ દેશની વીર મહિલાઓને અપમાનિત કરનારા આ મહામૂર્ખને થપ્પડની ભાષા સમજાવનાર કોઈ હોવું જાેઈએ. સ્ત્રીત્વ અને હિન્દી બંનેએ આપણને સહનશીલતા શીખવી છે, નહીંતર ઝેર ઓકી રહેલા સાપના ઝેરી દાંત તોડનારા હિન્દી માતાના દીકરા-દીકરીઓની ભારતમાં અછત નથી. આ રોગી માટે પોતાના તેજસ્વી ગુરુઓની મહાન ભાષા પંજાબીમાં હું એક પ્રાર્થના કરવા માગું છું