પાકિસ્તનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ PCBએ ટિકિટના લઘુત્તમ ભાવ ૧૦૦૦ પાકિસ્તાની રૂપિયા નક્કી કરી છે. જે ભારતીય ચલણમાં ૩૧૦ રૂપિયાની આસપાસ થાય છે. ઁઝ્રમ્ના આંતરિક દસ્તાવેજમાં આ માહિતી જણાવવામાં આવી છે. પાકિસ્તાન હાલ આર્થિક રીતે કંગાળ થઇ ગયું છે, ત્યારે ટિકિટોના ઓછા ભાવ પાકિસ્તાનની દયનીય હાલતનું વધુ એક ઉદાહરણ તરીકે જાેવામાં આવી રહ્યું છે.
દુબઈમાં યોજાનારી ભારતની મેચોના ટિકિટના દર શું હશે તે જણાવવામાં આવ્યું નથી. જાે ભારતીય ટીમ સેમિ ફાઇનલ અને ફાઇનલ રમે છે તો મેચ પણ દુબઈમાં યોજાશે. દસ્તાવેજ મુજબ PCBએ કરાચી, લાહોર અને રાવલપિંડીમાં યોજાનારી મેચો માટે ટિકિટના લઘુત્તમ ભાવ ૧,૦૦૦ પાકિસ્તાની રૂપિયા રાખયા છે. જયારે રાવલપિંડીમાં યોજાનારી પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચની ટિકિટની ભાવ ૨૦૦૦ પાકિસ્તાની રૂપિયા અને સેમિ ફાઇનલની ટિકિટની ભાવ ૨૫૦૦ પાકિસ્તાની રૂપિયા રખાયા છે.
PCB એ બધી મેચો માટે VVIP ટિકિટના ભાવ ૧૨૦૦૦ પાકિસ્તાની રૂપિયા રાખી છે, પરંતુ સેમિ ફાઇનલ મેચ માટે તે ટિકિટના ભાવ ૨૫૦૦૦ પાકિસ્તાની રૂપિયા હશે. કરાચીમાં પ્રીમિયર ગેલેરી માટેના ટિકિટના ભાવ ૩૫૦૦ પાકિસ્તાની રૂપિયા હશે તેની સાથે લાહોરમાં તેનો ભાવ ૫૦૦૦ પાકિસ્તાની રૂપિયા રાખવામાં આવ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં કુલ ૮ ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ ૧૯ ફેબ્રુઆરીએ રમાશે.
ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રૂપ છ માં છે. જ્યારે ગ્રૂપ મ્ માં અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ ૮ ટીમો વચ્ચે કુલ ૧૫ મેચ રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ દુબઈ અને પાકિસ્તાનમાં હાઇબ્રિડ મોડેલ હેઠળ યોજાશે.