નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકીયા આર્ટસ અને એમ. આર.સંઘવી કોમર્સ કોલેજ,ગુરુકુળ રોડ, સાવરકુંડલા માતૃશ્રી લીલાવંતીબેન ત્રિભોવનદાસ મહેતા કોલેજ લાઇબ્રેરીના નવીનીકરણ ઉદ્દઘાટન કાર્યક્રમનું આજરોજ આયોજન થયેલ.
મૂળ સાવરકુંડલાના વતની અને અમેરિકામાં ચીફ ફાઇનાન્સ ઓફિસર તરીકે કામ કરી ચૂકેલા મુ.શ્રી નટવરભાઈ ગાંધીના વરદ્ હસ્તે નવીનીકરણ થયેલ લાઇબ્રેરીનું ઉદ્દઘાટન કરવામાં આવેલ.
આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં નુતન કેળવણી મંડળના પ્રમુખશ્રી માન. ચંદ્રિકાબેન ઘેલાણી/ કામદાર, ઉપપ્રમુખ કનુભાઈ ગેડીયા, મેને.ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા, ટ્રસ્ટી વિનુભાઈ રાવળ, જે.બી.વોરા સાહેબ (કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને Rtd.IAS), ડોક્ટર તરસરીયા સાહેબ વગેરે મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહેલ.
લાઇબ્રેરી નવીનીકરણ માટે મેને.ટ્રસ્ટી,ટ્રસ્ટીશ્રીઓ તથા કોલેજના પ્રિન્સી.ડો.એસ.સી.રવિયાનું સતત માર્ગદર્શન રહેલ. લાઇબ્રેરીયન તરીકે કાર્યરત પાર્થભાઈ ગેડિયા તથા તેમની ટીમ દ્વારા દોઢ મહિનાના ટૂંકા ગાળામાં લાઇબ્રેરીના તમામ પુસ્તકોનું કરેલ ઇંડેક્સિંગ તથા પુસ્તકોની વિષયવાર ગોઠવણ જોઈ સૌ કોઈએ પ્રસન્નતા અને રાજીપો વ્યક્ત કરેલ.
બિપીન પાંધી સાવરકુંડલા