Gujarat

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાની મુલાકાતે આવેલા મહાનુભાવો

સાવરકુંડલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની સદપ્રવૃત્તિઓથી વાકેફ થયાં
 સાવરકુંડલા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાજકોટથી આવેલ  આઈપીએસ અધિકારીશ્રી, પૂર્વ ભારતીય જનતા પાર્ટીના નેતા  રમેશભાઈ ધડુક, ચેતનભાઈ રામાણી અને અન્ય રાજકીય મહાનુભાવોએ આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પ.પુ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદદાસજી સાથે ધર્મ અને સમાજ વિષયક વિવિધ મુદ્દાઓ પર ઉંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન મહાનુભાવોએ ગુરુકુળની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓના શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિકાસ માટે ગુરુકુળમાં કરવામાં આવતા પ્રયત્નોને તેમણે ખૂબ જ સરાહના કરી હતી. ખાસ કરીને, ગુરુકુળમાં ચાલતા વિવિધ સેવાકીય કાર્યક્રમો અને સમાજસેવાના કામોથી તેઓ પ્રભાવિત થયા હતા.
મુલાકાતના અંતે, પ.પુ. શાસ્ત્રી સ્વામીએ મહાનુભાવોને આશીર્વાદ આપ્યા હતા અને ગુરુકુળના કાર્યમાં તેમના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ સંસ્થાની પ્રવૃતિઓ નિહાળીને મહાનુભાવો પણ ભારે પ્રભાવિત થયા હતા અને આ સંદર્ભે રમેશભાઈ ધડુકે આ સંસ્થાની સરાહનીય કામગીરી નિહાળીને જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેવી સંસ્થાઓ સમાજના નિર્માણમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
ગુરુકુળમાં વિદ્યાર્થીઓને જે શિક્ષણ અને સંસ્કાર આપવામાં આવે છે તે તેમના જીવનમાં સતત માર્ગદર્શનરૂપ બને છે. તો  ચેતનભાઈ રામાણીએ જણાવ્યું હતું કે ગુરુકુળમાં વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં, પરંતુ નૈતિક મૂલ્યોનું પણ શિક્ષણ આપવામાં આવે છે. આવા સંસ્થાઓને સમાજનું સમર્થન મળવું જોઈએ.
બિપીન પાંધી સાવરકુંડલા